________________
દ્વીપ સમુદ્રના નામે
' એ કહેલા જીવસમાસના વક્તવ્યમાં ત્રિપ્રત્યવતાર સ્પષ્ટ કહ્યો નથી, તેમજ રૂચક આદિ પ્રસિદ્ધ નામવાળા દ્વીપને રૂચકવર ઈત્યાદિ શબ્દથી “વર” શબ્દ સહિત કહેલ છે, માટે જે ત્રિપ્રત્યવતાર ઈષ્ટ હોય તે રૂચક આદિ ત્રિપ્રત્યવતારી નામને વર શબ્દ સહિત કેવી રીતે કહેવાય? તેમજ “આભરણવત્થ” ઈત્યાદિ નામને પૂર્વે સૂરવરાવભાસ સુધી કહ્યાં અને અહિં સ્વયંભૂરમણ સુધી કહ્યાં તેથી પણ ત્રિપ્રત્યવતાર ઈષ્ટ નથી એમ સમજાય છે, ઈત્યાદિ વિશેષતા જાણવી.
પુનઃ ત્રિપ્રત્યવતારમાં ત્રીજું નામ “વરાવભાસ” સહિત ને બદલે “અવભાસ” સહિત હોય તે પણ ચાલે. જેમ સૂરવરાવભાસ અથવા સૂરાવભાસ પણ કહેવાય. ૮
અવતરણ –હવે ત્રિપ્રત્યવતારી નામે સમાપ્ત થયા બાદ પાંચ દ્વિપ તથા પાંચ સમુદ્ર એકેક નામવાળા છે તે આ ગાથામાં દર્શાવાય છે –
तत्ता देवे नागे, जक्खे भूए सयंमुरमणे आ एए पंचवि दीवा, इगेगणामा मुणेयव्वा ।। ९ ।।
શબ્દાર્થગાથાર્થને અનુસાર સુગમ છે–
Tયાર્થ ત્યારબાદ દેવદ્વીપ નાગદ્વીપ યક્ષદ્વીપ ભૂતદ્વીપ સ્વયંભૂરમણદ્વીપ એ પાંચે દ્વીપ એકેક નામવાળા જાણવા. ૯
વિસ્તરાર્થ–સુગમ છે. વિશેષ એજ કે દ્વીપમાં સર્વથી છેલ્લે એ સ્વયંભૂરમણ દ્વિીપ છે, ત્યારબાદ સ્વયંભૂરમણ સમુદ્ર સમાપ્ત થતાં અસંખ્ય દ્વીપસમુદ્રવાળે આ તીચ્છ લોક પણ સમાપ્ત થાય છે, અને ત્યારબાદ ચારે બાજ ફરતે અલકાકાશ આવેલો છે કે જેના અન્ત નથી. | ૯ |
: ઠંવતરણ – પૂર્વે જેમ અસંખ્યદ્વીપમાંથી કેટલાક દ્વીપનાં નામ કહ્યાં તે પ્રમાણે હવે આ ગાળામાં કેટલાક સમુદ્રોનાં પણ નામ કહેવાય છે
पढमे लवणा बीए, कालादहि सेसएसु सव्वेसु। . दीवसमनामया जा, सयंभूरमणोदही चरम। ॥ १० ॥
શબ્દાર્થ ગાથાર્થને અનુસારે સુગમ છે –