________________
સનાબાસા–પિતાના નામ
સરખા રસવાળા
બીએ-બીજે તાઓ-ત્રીજો ચાર-છેલ્લે ઉગરસા-પાણી સરખા
- સ્વાદવાળા પંચમગા–પાંચમો શ્નો વિ-છદ્રો પણ
ખુરસા-શેલડીને સરખા
રસવાળા. સેસ–બાકીના જલનિહિણે-સમુદ્ર
અર્થ:–બીજે, ત્રીજો અને છેલ્લે સમુદ્ર જળના રસવાળા એટલે શુદ્ધ જળવાળા છે. પહેલે, એથે, પાંચ અને છઠ્ઠો આ ચારે સમુદ્ર પિતાના નામ સરખા રસવાળા છે. બાકીનાં સર્વે સમદ્રો શેલડીના રસ જેવા રસવાળા-પાણીવાળા છે. ૧૧
વિવેચન –બીજે કાળદધિ સમુદ્ર, ત્રીજે પુષ્કરવાર સમુદ્ર અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર એમ ત્રણ સમુદ્રોનાં પાણીને સ્વાદ મીઠા પાણી જેવું છે, તથા પહેલા લવણ સમુદ્રનું પાણી ખારું છે, ચેથા વારૂણવર સમુદ્રનું પાણી
વારૂણી એટલે દારૂ જેવા સ્વાદવાળું છે. પાંચમા ક્ષીરવાનું પાણી ક્ષીર એટલે દૂધ જેવા સ્વાદવાળું છે. અને છઠ્ઠા વૃતવરનું પાણી ઘીના જેવા સ્વાદવાળું છે. એટલે આ ચાર સમુદ્રના નામ પ્રમાણે પાણીને સ્વાદ છે. બાકીના અષા (અસંખ્યાતા) સમુદ્રોનાં પાણીને સ્વાદ શેલડીના રસ સમાન સ્વાદવાળે અણ. ૧૧.