________________
હવે સમુદ્રોનાં નામે કહે છે – પદ્ધમે લવણે બીએ, કાલેઅહિ એસએસ સવ્વસુ દિવસમ નામયા જા, સયંભૂરમણદહી ચરમ. ૧૦
પઢમે-પહેલે લવણો-લવણસમુદ્ર બીએ-બીજે કાલે અહિ-કાલોદધિ એસએસ-બાકીના સન્વેસુ-સર્વને વિષે
દીવસમ-દ્વીપ સમાન નામયા-નામવાળા જાયાવત્, સુધી સયંભૂરમણોદહી-સ્વયંભૂર
મણ સમુદ્ર ચરમ-છેલ્લે
અર્થ -પહેલા જ બૂદ્વિીપને ફરતે લવણ સમુદ્ર છે. બીજા દ્વીપ ફરતે કાળે દધી સમુદ્ર છે, બાકીના સર્વ દ્વીપોની ફરતા દ્વીપ સમાન નામવાળા સમુદ્રો છે, યાવત્ છેલ્લે સ્વયંભૂરમણ નામે સમુદ્ર છે. ૧૦
વિવેચનઃ-ફક્ત પ્રથમના બે દ્વીપને ફરતા જે બે સમુદ્ર કહ્યા તે જ બે સમુદ્ર દ્વીપથી જુદા નામવાળા છે, બાકીના બધા સમુદ્રોનાં નામ દ્વીપ પ્રમાણે જ જાણવાં. ૧૦.
સમુદ્રના પાણીને સવાદ જણાવે છે –
બીએ તઈઓ ચરમે, ઉદબરસા પઢમ ચઉલ્થ પંચમગા; છ વિ સવારસા, ઈખુરસા સે જલનિહિણે. ૧૧