________________
ક્ષીરવાર દ્વીપ છે, છઠ્ઠો વૃતવર દ્વીપ છે, સાતમે ઈશ્નરસ દ્વીપ છે. આઠમ નંદીશ્વર દ્વીપ છે અને નવમે અરૂણ દ્વીપ વિગેરે અસંખ્ય દ્વીપે છે. ૬-૭
વિવેચન –અહિં એક દ્વીપ પછી તરત બીજે દ્વીપ નથી, પરંતુ દરેક દ્વીપને ફરતે સમુદ્ર છે અને સમુદ્રને ફરતે દ્વીપ છે. ફક્ત છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રને ફરતે દ્વીપ નથી. ૬-૭ દ્વીપ કયા કયા નામે કેટલા છે તે બે માથામાં જણાવે છે - સુપસત્યવસ્થણમા, તિપડાઆરા તહારૂણાઈ; ઈગણામે વિ અસંખા, જાવ ય સૂરાવભાસ ત્તિ. ૮
અર્થ:- દ્વીપ તથા સમુદ્ર સારી પ્રશસ્ત વસ્તુના નામવાળા છે, તથા અરૂણ વિગેરે દ્વારે ત્રિપ્રત્યવતાર નામવાળા તથા સુરાવભાસ સુધી એક એક નામવાળા પણ અસંખ્ય દ્વિીપ સમુદ્રો છે. ૮
વિવેચન –ઉપરની ગાથામાં કહેલા નવમા અરૂણ દ્વીપથી આગળ આવેલા દ્વીપે ઉત્તમ વસ્તુના નામવાળા છે. જેમકે આભરણ, વસ્ત્ર, ગંધ, કમળ, તિલક, પદ્મ,નિધિ, રત્ન, નદી, વિજય, ઇંદ્ર, મંદર, નક્ષત્ર વિગેરેના નામે છે. વળી અરૂણ દ્વીપથી ત્રિપ્રત્યવતાર નામવાળા છે. જેમકે અરૂણદ્વીપ, અરૂણવરદ્વીપ તથા અરૂણવરાવભાસ દ્વીપ, કુંડલદીપ, કુંડલવરદીપ,કુંડલવરાવભાસદીપ, અરૂણપપાતદ્વીપ, અરૂણેપપાતવરદ્વીપ, અરૂણે પપાતવરાવભાસદ્વીપ એ પ્રમાણે, શંખ, રૂચક, ભુજગ, કુશ, ફ્રેંચ આદિ દ્વીપને વિષે ત્રિપ્રત્યવતાર કરે. દરેક દ્વીપની પછી તે નામને સમુદ્ર જાણ.