________________
કેવળી પ્રભુનો સાથ
લખાણમાં પ્રભુના બોધનાં રહસ્યો ખીલતાં ગયાં. આ પછીથી શ્રી સિદ્ધસેન દિવાકર રચિત “કલ્યાણમંદિર સ્તોત્ર”નું લખાણ થયું. આ સ્તોત્રમાં તથા ભક્તામર સ્તોત્રમાં શ્રી તીર્થંકર પ્રભુની વિશેષતા જણાવતી જે કડીઓ છે તેની સરખામણી કરવામાં મને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની અમૂલ્ય સહાય મળી છે, તે મારે નોંધવું જોઈએ. એ સિવાય આવું કાર્ય થઈ શકે નહિ એમ મને લાગે છે. તે પછીથી શ્રી પ્રભુની આજ્ઞાથી ‘અપૂર્વ આરાધન'લખાયું, જે કેવળ પ્રભુનો સાથ’ ગ્રંથનો એક ભાગ છે એવી જાણકારી મને તે વખતે શ્રી પ્રભુએ કૃપા કરી આપી હતી. આ લખાણ કરવામાં પણ શ્રી પંચપરમેષ્ટિ તથા શ્રી રાજપ્રભુનો મને ઘણો ઘણો સાથ મળ્યો હતો. અને હવે એ જ ભગવંતોની અમૂલ્ય સહાયથી “શ્રી કેવળ પ્રભુનો સાથ”ના ભાગોનું લખાણ થાય છે.
આ ગ્રંથમાં પહેલા પાંચ પ્રકરણ સમાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ ગ્રંથનું કદ વધી જશે એમ લાગવાથી ચાર પ્રકરણો જ લેવાનું નક્કી કર્યું છે. આ પ્રકરણો છે: સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી; આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ; સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અને ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ.
આ સર્વ વાત પરથી આપને સમજાયું હશે કે આ લખાણ કરાવવામાં શ્રી રાજપ્રભુનો ફાળો મુખ્યતાએ હતો, તેમાં હવે શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો સાથ ભળતો ગયો છે અને વધતો ગયો છે. તેમનો ઉપકાર માનવા માટે તો કોઈ પણ શબ્દ અપૂર્ણ લાગે તેમ છે, તેથી આજ્ઞાધીન રહેવાના ભાવ સાથે વંદન કરી આભાર માનું છું. શ્રી પરમેષ્ટિની આજ્ઞાનુસાર સર્વ ભેદરહસ્યો મેળવવામાં મને પુત્રવત્ ચિ. નેહલ વોરાનો, ચિ. પ્રકાશનો તથા ચિ. અમીનો સાથ વિશેષતાએ મળેલ છે. તે સાથે શ્રી અજીતભાઈ, નલીનીબેન, કિશોરભાઈ, રેણુબેન તથા સર્વ કુટુંબીજનોનો સાથે વિવિધ પ્રકારે મળતો રહ્યો છે. લખાણ કર્યા પછી તેનું કંપોઝીંગ કરવામાં તથા બંને પરિશિષ્ટો તૈયાર કરવામાં મારી વહાલી ભાણેજ અમી ઠાકોરે તથા અનુરાગ ઠાકોરે મુખ્ય ભાગ ભજવ્યો છે. અને આ લખાણને સુંદર રીતે સજાવવામાં મારાં નિકટવર્તી અરુણભાઈ તથા સુધાબહેન મહેતાનો એવો જ અગત્યનો ફાળો છે. આ લખાણ પ્રકાશિત કરવામાં
xxii