________________
શ્રીવિજયસૂરિકૃત– પ્રભુના દાંત ભી રહ્યા છે. ગુણાધિનોઃ '—જાણે પુણ્ય રૂપી સમુદ્રના ઉછળતા પણ ન હોય તેવા પ્રભુના દાંત ચળકી રહ્યા છે. “ગુરૂશ્રી સિદ્ધિ લક્ષમી રૂપી વધુના વિવાહના ઓચ્છવ પ્રસંગે (ઉપયોગી એવું) જાણે નિર્મલ વસ્ત્ર ન હોય તેવા પ્રભુના દાંત સફેદ ચળકે છે. રામ” જાણે વાણું રૂપી કામધેનુ ગાયનું દૂધ ન હોય તેવા સફેદ દાંત દીપી રહ્યા છે.
સ્પષ્ટાથ –આ પ્રથમ કાવ્યને જેમ જેમ વધુ વિચાર કરીએ તેમ તેમ નવું નવું જાણવાનું મળે છે, પ્રસંગે કહેવત પણ યાદ આવે છે કે “જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.” એટલે કવિની કલ્પનાને વેગ સૂર્યની ગતિના વેગથી પણ ચઢી જાય તેવો હોય છે. તેમાં જે અનુભવ ભળે તે તે તે કવિની કાવ્યશક્તિ રૂપી સુવર્ણમાં અનુભવ રૂપી ચંદનની સુગન્ધ જ્હી રહેલી હોવાથી તેની શક્તિને ધારણ કરનાર કવિમાં અને બીન અનુભવી કવિમાં સૂર્યને પ્રકાશ અને આગીયા જીવડાના પ્રકાશમાં જેટલો તફાવત હોય તેટલો જ તફાવત ગણી શકાય. કવિરાજ શ્રીહરિ મુનિએ આ પ્રથમ કલેકમાં પોતાની કાવ્ય બનાવવાની શક્તિને ઉપયોગ કરતાં પહેલાં જરૂર અનુભવને ધ્યાનમાં લીધે જ છે. - જેને ઉપમા અપાય તે ઉપમેય કહેવાય. જેવા ગુણવાળ ઉપમેય પદાર્થ હોય તેવા જ ગુણવાળી ઉપમા ઉપમેયને આપી શકાય. જુઓ કવિને વિશાલ આશય સમજી શકાય તે એ છે કે સર્વ વર્ણોમાં સફેદ વર્ણ