________________
જપ-રહસ્ય હતા. હવે તું એવી કરણી–એવી ક્રિયા કરી લે કે જયારે તારે આ જગતમાંથી વિદાય થવાનો વખત આવે, ત્યારે તું હસતો હોય અને જંગલના લેકે તને સંભારીને રડતા હોય.
અહીં પ્રશ્ન એ થાય છે કે મનુષ્ય કઈ કરણ–કઈ ક્રિયા કરે છે તે અંત સમયે હસી શકે, શાંતિથી પિતાને દેહ છોડી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં અનેક પ્રકારની ક્રિયાઓના નિર્દેશ થશે, પણ અમે તેના ઉત્તરમાં જણાવીએ છીએ કે જે મનુષ્ય જીવનના પ્રારંભથી જ પક્રિયા સારી રીતે કરે છે, તે અંતસમયે હસી શકે છે, શાંતિથી પિતાને દેહ છોડી શકે છે.
હરિજનમાં સવા ભગતની ખ્યાતિ ખૂબ છે. તેમણે પિતાને અંતસમય અગાઉથી જાણી લીધું હતું. તે સમય આવી પહોંચતાં તેમણે સગાંવહાલાં તથા નાતીલાઓને પિતાના ઘરે બોલાવી હરિકીતન શરૂ કર્યું હતું. તેઓ પિતાના કપાળમાં કુંકુમનું તિલક કરી હાથમાં શ્રીફલ લઈ સહુની વચ્ચે બેઠા હતા અને હરિકીર્તનમાં ભાગ લેતા હતા. વિદાયનો સમય થતાં ભગતે કહ્યું: “વૈિકુંઠમાંથી વિમાન આવી ગયું છે. હવે અમે જઈએ છીએ. સહુને રામ-રામ” પછી તેમણે આંખો મીંચીને ધ્યાન ધરતાં તેમનો આત્મા દેહ છોડી ગ.
વૈકુંઠ છે કે નહિ ? તેમાંથી વિમાન આવે કે કેમ ? આવે તો તે કેવું હોય ? ક્યાં ઊભું રહે?” એ પ્રશ્નો તર્કવાદના તોફાને ચડેલાઓ તરફથી ભલે ઉઠાવવામાં આવે, અમે તે