________________
. [૨] જપ એક પ્રકારની ક્રિયા
જપ શું છે ? એ પ્રથમ જાણી લઈએ. તે સિવાય તેને બંધ થશે નહિ અને તેમાં આગળ વધી શકાશે નહિ.
જ્ઞાની પુરુષોએ તેને જ ક્રિયા કહી છે, જે ઉન્નતિમાં સહાયભૂત થાય. જપની ક્રિયા ઉન્નતિમાં સહાયભૂત થાય. એવી છે, માટે તેને ક્રિયા સમજવાની છે.
આત્માની ઉન્નતિ કે કલ્યાણને શ્રેયસ્ કહેવામાં આવે. છે અને સાંસારિક ઉન્નતિ કે ભૌતિક ઉન્નતિને પ્રેયસ્ કહેવામાં આવે છે, એટલે જપ એ શ્રેયસ્ અને પ્રેયસૂ બંનેને સાધક છે. આ અનુભવ આપણા પૂર્વપુરુષોએ સારી રીતે કર્યો છે, તેથી તેમાં શંકાને સ્થાન નથી, છતાં મનમાં પ્રશ્ન ઉઠતો હોય કે એક જ ક્રિયા બે પરસ્પર વિરુદ્ધ પરિણામને શી રીતે લાવી શકે ? તો એમ બનવું શકય છે. તરવારથી રક્ષણ પણ થાય છે અને મૃત્યુ પણ નીપજાવી. શકાય છે. અથવા અગ્નિથી ધાન્ય રાંધી પણ શકાય છે.