________________
પ્રાસ્તાવિક
આવશ્યકચૂર્ણિ, આવશ્યકસૂત્ર અને અનુયોગદ્વારની હારિભદ્રીય વૃત્તિ તથા આવશ્યકનિર્યુક્તિમાં પ્રથમાનુયોગ નામથી જે સાહિત્યનો ઉલ્લેખ છે તે પુનરુદ્ધાર પામેલા પ્રથમાનુયોગને લક્ષીને છે. દિગંબર પરંપરામાં અનુયોગ યા ધર્મકથાનુયોગનું સામાન્ય નામ પ્રથમાનુયોગ આપવામાં આવ્યું છે. સંભવતઃ તેની વિશાલતા, ઉપાદેયતા અને લોકપ્રિયતાના કારણે તેને પ્રથમઅનુયોગ કહેવામાં આવેલ છે. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે આ સાહિત્યનું વાસ્તવિક નામ તો પ્રથમાનુયોગ હતું કારણ કે આ નામથી એના અનેક ઉલ્લેખો છે. પરંતુ તેના લુપ્ત થવાને કારણે આચાર્ય કાલક દ્વારા પુનરુદ્ધાર પામેલા પ્રથમાનુયોગથી ભેદ દર્શાવવા માટે આગમસૂત્રો – સમવાયાંગ અને નન્ટિસૂત્રમાં સમાગત પ્રથમાનુયોગને “મૂલપ્રથમાનુયોગ' નામ આપવામાં આવે છે. યદ્યપિ ઉક્ત આગમસૂત્રો અનુસાર મૂલપ્રથમાનુયોગનો વિષય કેવળ તીર્થકરો અને તેમના શિષ્યસમુદાયોનું ચરિત્રચિત્રણ છે પરંતુ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ સાહિત્ય અનુસાર પ્રથમાનુયોગમાં તીર્થકરોનાં ચરિત્રો સાથે ચક્રવર્તી, નારાયણ વગેરેનાં ચરિત્રોનાં વર્ણનો હોવાની વાત પણ લખી છે. આનો અર્થ એ સમજવો જોઈએ કે તીર્થકરોનાં ચરિત્રોની સાથે અનિવાર્યપણે સંબંધ રાખનાર ચક્રવર્તી, વાસુદેવ વગેરેનાં ચરિત્રો પણ પ્રથમાનુયોગનો વિષય છે. જો આ અર્થ ન હોત તો આગમસૂત્રોની વ્યાખ્યા કરનાર સાહિત્યમાં આવી વાત ન લખી હોત. આર્ય કાલક દ્વારા પુનરુદ્ધાર કરવામાં આવેલ પ્રથમાનુયોગમાં ગંડિકાનુયોગની વાતો પણ સમ્મિલિત સમજવી જોઈએ. ઉક્ત આગમસૂત્રો અને પંચકલ્પભાષ્યમાં ઉલિખિત ગંડિકાનુયોગની વર્ણ વસ્તુને જોતાં એ નક્કી કરવું મુશ્કેલ છે કે એનો વિષય
१. एते सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहइपि वन्निज्जति वित्थरतो ।
- આવશ્યકચૂર્ણિ, ભા. ૧, પૃ. ૧૬૦ ૨. પૂર્વબવા: ઉત્ત્વમીષાં પ્રથમનુયોતિોડવયા: I
- આવશ્યકતારિભદ્રીયવૃત્તિ, પૃ. ૧૧૧-૧૧૨ ૩. અનુયોગદ્વારહારિભદ્રીયવૃત્તિ, પૃ. ૮૦ ४. परिआओ पव्वज्जा भावाओ नत्थि वासुदेवाणं ।
होइ बलाणं सो पुण पढमाणुओगाओ णायव्वो ॥
- આવશ્યકનિર્યુક્તિ, ગા. ૪૧૨ ૫. વિજયવલ્લભસૂરિસ્મારકગ્રન્થ, પૃ. ૫ર : પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર
આર્યકાલક (લેખક મુનિ પુણ્યવિજયજી) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org