________________
જૈન કાવ્યસાહિત્યથી અમારું તાત્પર્ય પેલા વિશાળ સાહિત્યથી છે જે કાવ્યશાસ્ત્રસમ્મત નિયમોનું યથાસંભવ અનુસરણ કરીને મહાકાવ્ય, કથા (પ્રાકૃતમાં કાવ્યને કથા નામથી ઓળખવામાં આવે છે) તથા કાવ્યના અનેક પ્રકારોમાં અર્થાત્ દૃશ્યકાવ્ય અને શ્રવ્યકાવ્ય શાસ્ત્રીયકાવ્ય, ગદ્યકાવ્ય, ચમ્પકાવ્ય, દૂતકાવ્ય, ગીતિકાવ્ય વગેરે રૂપમાં જૈનો દ્વારા રચાયું હોય. તેને અમે મુખ્ય ત્રણ ખંડોમાં વિભક્ત કરીને વિવેચન કરીશું. પહેલા ખંડમાં પૌરાણિક મહાકાવ્ય અને બધી જ જાતની કથાઓનો સમાવેશ થશે. બીજા ખંડમાં ઐતિહાસિક સાહિત્ય જેમ કે ઐતિહાસિક કાવ્ય, પ્રબન્ધસાહિત્ય, પ્રશસ્તિઓ, પટ્ટાવલિઓ, પ્રતિમાલેખ, અન્ય અભિલેખ, તીર્થમાલાઓ, વિજ્ઞપ્તિપત્રો વગેરેનું વિવેચન કરવામાં આવશે. ત્રીજા ખંડમાં લલિત વાક્રય અર્થાત્ શાસ્ત્રીય મહાકાવ્ય, ગદ્યકાવ્ય, ચમ્પૂ, નાટક વગેરે અલંકાર તથા રસશૈલીથી શોભતું સાહિત્ય સમાવિષ્ટ થશે. આ વિશાળ સાહિત્ય અનેક ભાષાઓમાં જૈનોએ રચ્યું છે પરંતુ પ્રસ્તુત ભાગમાં ભાષાની દૃષ્ટિએ અમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ સાહિત્યને જ લીધું છે. અપભ્રંશ યા અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ આ પ્રકારનું સાહિત્ય અન્ય ભાગોનો વિષય બનશે.
–
પ્રકરણ ૧
પ્રાસ્તાવિક
સૌપ્રથમ જૈનોના પરંપરાસમ્મત વાક્રયમાં કાવ્યસાહિત્યની શું સ્થિતિ છે તે જાણી લેવું ખૂબ જ આવશ્યક છે.
Jain Education International
ભગવાન મહાવીરના સમયથી લઈને વિક્રમની ૨૦મી શતાબ્દીના અંત સુધી લગભગ ૨૫૦૦ વર્ષોના દીર્ઘ કાળમાં જૈન મનીષીઓએ પ્રાકૃત અને સંસ્કૃતના જે વિપુલ વાક્રયનું નિર્માણ કર્યું છે તેને સુવિધાની દૃષ્ટિએ આધુનિક વિદ્વાનોએ પ્રાચીન પરિભાષાઓને ધ્યાનમાં રાખી મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચ્યું છે ઃ પહેલો ભાગ આગમિક, બીજો અનુઆગમિક અને ત્રીજો આગમેતર. આગમિક સાહિત્ય આજ આપણને આચારાંગ વગેરે ૪૫ આગમોના રૂપમાં તેમ જ તેમના ઉપ૨ લખાયેલ વિશાળ ટીકાસાહિત્ય - નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓના રૂપમાં મળે છે. અનુઆગમ સાહિત્ય દિગંબરમાન્ય શૌરસેની આગમો કસાયપાğડ, ષટ્યુંડાગમ તથા કુન્દકુન્દના ગ્રંથોના રૂપમાં પ્રાપ્ત છે. આ બંને પ્રકારના સાહિત્યનું નિરૂપણ આ બૃહદ્ ઈતિહાસના પૂર્વેના ગ્રંથોમાં પ્રકાશિત થઈ ગયું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org