________________
મોહનીયની માયાજાળ
૨૭ સમ્યક હોતું નથી, અને સમ્યગ્દર્શનના અભાવમાં જે ચારિત્ર હોય તે સમ્યક હોતું નથી. ઉપર જોયું તે પ્રમાણે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે, ચારિત્ર જે હોય તે કાયકષ્ટ છે; અથવા તો સંસારમાં રઝળાવનારું મિથ્યા ચારિત્ર છે. આ ચારિત્રમાં સઘળી સત્કરણીનો સમાવેશ થઈ જાય છે. આયંબિલની ઓળીમાં સિદ્ધચક્રની જે આરાધના કરાય છે તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ક્રમમાં ઉપાસના કરાય છે.
મેરુ જેટલા સુકૃતને રસના અભાવાદિથી જેમ અણુ જેટલું બનાવી શકાય છે. મેરુ જેટલા દુષ્કૃત્યને રસના અભાવાદિથી અણુ જેટલું બનાવી શકાય છે તેમ તેનાથી વિપરીત કોટિના રસના સદ્ભાવથી મેરુ જેટલાને અણુ જેટલું બનાવી શકાય છે. મિથ્યાષ્ટિ જે પાપ આચરે તેનાથી તેને જેટલો પાપનો બંધ થાય તેટલો પાપનો બંધ તે જ પાપ આચરનારા સમ્યગ્દષ્ટિ જીવને થતો નથી. તેનું કારણ શ્રી વંદિતાસૂત્રની આ ગાથામાં છે. સમ્મદિઢિ જીવો જઇવિ હૂ પાવે સમાચરે દ્વિ ચિ અપ્પોસિ હોઇ બંધો' જેણે ન નિદ્ધસણ કૂણા, ક્રૂરતાપૂર્વક, રસપૂર્વક તે ન આચરતો હોવાથી પાપબંધ ઓછો થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુતઃ પાપનો રાગી નથી હોતો, પરંતુ પાપના ત્યાગનો રાગી હોય છે. કર્મોદયજનિત સંજોગવશાત્ તે પાપ કરે છે, પણ તેના પ્રત્યે અણગમો હોઇ શકે. સમ્યદૃષ્ટિ સંસારમાં રહી તેથી વિષયોપભોગ કરે પણ તેમાં તેને રાગ કે આસક્તિ નથી હોતી. વિષયના ભોગનો રાગ અને તે દ્વારા તેનું વિષ-ઝેર નીચોવાઈ ગયું છે જ્યારે મિથ્યાષ્ટિમોહનીયકર્મના સકંજામાં તે તીવ્ર આસક્તિ, રાગ તથા કામનાસહ ભોગવે છે તેથી તેનું બંધન અત્યંત ગાઢ હોઈ શકે છે. સમ્યગ્દષ્ટિ જીવ જળસ્થિત કમળની જેમ નિર્લેપ રહે છે. જ્યારે મિથ્યાદૃષ્ટિ તેમાં કલંકિત થઈ જાય છે. મહાવીરસ્વામી પોતાના છેલ્લા ભવમાં તીર્થકરના ભવમાં પરણ્યા, પુત્રી પણ પ્રાપ્ત થઈ, ૩૦ વર્ષ સંસારમાં કમળવત્ રહ્યા અને છેલ્લે તેનો ત્યાગ કરી તીર્થકર બન્યા. શ્રેણિક મહારાજા કે જેને એક વખતે ૨૩ પત્ની હતી અને પુત્રો હતા તે સમકિત થતાં આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પાનાત્ર થશે. તેથી કહી શકાય કે શુદ્ધ સમકિતી આત્માને વિષયનું વિષ ચઢતું નથી કારણ તે આત્માઓમાં વિષયો–કષાયો વિષતુલ્ય છે. આ વિવેક મોટું કારણ છે. તેઓની દઢ માન્યતા હોય છે કે મુક્તિ સિવાયનું સુખ કે દુઃખ તેના મિશ્રણ વિનાનું હોતું નથી. તે દુઃખમય, દુઃખફલક અને દુખપરંપરક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org