________________ 11 લેશ્યા લઇએ. ઝાડ પર ચડવાનો શ્રમ લેવાની અને ઝાડને નુકસાન પહોંચાડવાની કંઈ જરૂર નથી.' આ દૃષ્ટાન્તમાં એક જ હેતુ માટે છએ મિત્રોને જુદા જુદા ભાવ થાય છે. એમાં ઉગ્રતમ ભાવથી કોમલતમ ભાવ સુધીના ભાવો જોઈ શકાય છે. આખું વૃક્ષ કાપવાની વાત કરનારની કૃષ્ણ વેશ્યા છે અને નીચે પડેલાં જાંબુ વીણી લેવાની વાત કરનારની શુકલ લેગ્યા છે. બીજા, ત્રીજા વગેરે મિત્રની અનુક્રમે નીલ, કપોત, પીત અને પદ્મ લેશ્યા છે. છ લેશ્યાઓને સમજાવવા માટે “આવશ્યકસૂત્ર'ની ટીકામાં બીજું એક દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. એ છે ગ્રામઘાતકનું. એક વખત છ ડાકુઓ એક ગામ લૂંટવા માટે શસ્ત્રો લઇને નીકળ્યા. છએની વેશ્યા જુદી જુદી હતી. દરેકના મનમાં જુદા જુદા વિચાર ચાલતા હતા. રસ્તામાં એક ડાકુએ કહ્યું, આપણે ગામ લૂંટવા જઇએ છીએ ત્યારે ત્યાં કોઈ પણ માણસ કે પશુ વચ્ચે આવે તે બધાંની આપણે શસ્ત્રોથી હત્યા કરી નાખવી જોઇએ, જેથી લૂંટનું કામ સરળ બને. બીજાએ કહ્યું કે પશુઓને મારવાની શી જરૂર ? આપણે ફક્ત મનુષ્યોને મારી નાખવા જોઇએ. ત્રીજાએ કહ્યું કે બધા મનુષ્યોમાંથી સ્ત્રીઓ અને બાળકોને મારવાની જરૂર નથી. ફક્ત પુરૂષોને મારી નાખવા જોઇએ. ચોથા ડાકુએ કહ્યું, “બધા પુરુષોને મારવાની જરૂર નથી, જે સશક્ત અને સશસ્ત્ર પુરુષો હોય એટલાને જ મારી નાખીએ.” પાંચમા ડાકુએ કહ્યું, બધા સશસ્ત્ર પુરુષોની હત્યા કરવાની જરૂર નથી. જેઓ આપણને જોઈ ભાગી જાય તેઓને મારવાની જરૂર નથી. છઠ્ઠા ડાકુએ કહ્યું. “આપણું કામ ધન લૂંટવાનું છે. જો ધન લૂંટવા મળતું હોય અને કોઈ સામનો ન કરે તો કોઇની પણ હત્યા કરવાની શી જરૂર છે? આ દૃષ્ટાન્તમાં બધાંને મારી નાખવાનો વિચાર કરનાર પ્રથમ ડાકુની લેશ્યા કૃષ્ણ છે. અને કોઇની પણ હત્યા કરવાની જરૂર નથી એ ડાકુની લેશ્યા શુકલ છે. અલબત્ત, આ દૃષ્ટાન્ત જુદી જુદી વેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે જ છે. એક જ ક્રિયા કરવાની હોય પરંતુ તે માટે ભિન્નભિન્ન વ્યક્તિના અધ્યવસાયો ભિન્નભિન્ન હોઈ શકે છે. અહીં કોઇને એમ પ્રશ્ન થાય કે જેની લેશ્યા શુકલ હોય તે લૂંટવા જાય જ કેમ? અથવા જે લૂંટવા જાય તેની વેશ્યા શુકલ કેવી રીતે હોઈ શકે? પરંતુ અહીં દષ્ટાન્ત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org