________________
૩૪૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ સમકિતના ૬૭ બોલમાં સમ્યકત્વનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. શંકા, કાંક્ષા વગેરે પાંચ દોષોથી રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણોથી યુક્ત, સ્થિરતા વગેરે પાંચ ભૂષણોથી ભૂષિત, મોક્ષમાર્ગરૂપી મહેલના પાયારૂપ, તથા દેવતા, રાજા વગેરેના અભિયોગથી ભય, લજ્જા વગેરે ન પામનાર એવા નિરતિચાર સમ્યકત્વનું ઓછામાં ઓછું સતત એક મહિના સુધી પાલન કરવું તે દર્શન પ્રતિમા છે. પ્રતિમધારી શ્રાવક સંસાર, શરીર, ભોગોપભોગ ઇત્યાદિથી વધુ અને વધુ વિરક્ત થતો જઈ તત્ત્વોને શ્રદ્ધાન રાખે છે અને સર્વજ્ઞકથિત આત્મભાવમાં, જ્ઞાયકભાવમાં રહે છે. ત્યારપછી પણ એની સમ્યકત્વ પ્રતિમા ચાલુ જ રહે
બીજી વ્રત પ્રતિમા શ્રાવકની બીજી પ્રતિમા તે વ્રત પ્રતિમા છે. તેમાં બાર વ્રતોનું પાલન હોય છે. આના પરથી કેટલાક એવો અર્થ કરે છે કે પહેલી પ્રતિમા ધારણ કરનાર બાર વ્રતધારી જ હોય એવું અનિવાર્ય નથી, કેટલાક કહે છે કે દર્શન પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બાર વ્રતધારી પણ હોવો જોઇએ. આમાં મતાન્તર છે.
આ બીજી પ્રતિમા અનુસાર શ્રાવકે બે મહિના સુધી સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ વ્રતપાલન નિરતિચારપણે અને અતિક્રમાદિ દોષ સેવ્યા વિના નિઃશલ્ય થઇને કરવાનું હોય છે. વ્રતોમાં પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, દારાસ તો જ અને પરિગ્રહ-પરિમાણ એ પાંચ અણુવ્રત છે. દિ પરિમાણ વ્રત, ભોગોપભોગ-પરિમાણ વ્રત અને અનર્થદંડવિરમણ વ્રત એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક વ્રત, દેશાવગાસિક , પો વધ વ્રત અને અતિથિ-સંવિભાગ વ્રત એ ચાર શિક્ષા વ્રત છે. ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત એમ સાતને શીલવ્રત કહેવામાં આવે છે. આમ શ્રાવકનાં બાર વ્રત છે. આ બારે વ્રતોનું મન, વચન, કાયાથી આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે ચુસ્ત પાલન કરવાનું હોય છે. બાર વ્રતધારી શ્રાવક રાત્રિભોજનત્યાગનું વ્રત પણ ધારણ કરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org