________________
૩૪ ૭.
અગિયાર ઉપાસક-પ્રતિમાઓ અગ્નિથી પકવ્યા વિના કે અન્ય રીતે તે અચિત્ત થાય તે પહેલાં તેનું ભક્ષણ કરવું નહિ એ સચિત્ત આહાર-વર્જન નામની સાતમી પ્રતિમા છે. આ પ્રતિમાનું પાલન સાત મહિના સુધી કરવાનું હોય છે.
શ્રાવકે સાધના કરતાં કરતાં પણ લક્ષમાં રાખવું જોઈએ કે ભોજન પણ દેહનિર્વાહ અર્થે કરવાનું છે. ભોજનની આસક્તિ છૂટવી જોઇએ. ભોજનના રસનો આનંદ માણવાનું હવે ન રહેવું જોઇએ.
સાધકે પાણી પણ ઉકાળેલું-પ્રાસુક વાપરવું જોઇએ.
સાધુ ભગવંતો આજીવન સચિત્ત પદાર્થના ત્યાગી હોય છે અને હંમેશાં પ્રાસુક જળ વાપરતા હોય છે. આ પ્રતિમાના ધારકે સાત મહિના એવું જીવન જીવવાનું હોય છે. આવશ્યક ચૂર્ણિમાં દિવામથુનત્યાગને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી
છે.
દિગંબર પરંપરામાં શ્રી સમત્તભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે.
આઠમી આરંભવર્જન પ્રતિમા આ આઠમી પ્રતિમાધારકે આગળની સાત પ્રતિમાઓ ધારણ કરવા સાથે સળંગ આઠ મહિના સુધી આરંભનો ત્યાગ કરવાનો હોય છે. આરંભ એટલે પાપારંભ. જે પ્રવૃત્તિઓમાં પાપ થવાનો સંભવ હોય એવી સાવદ્ય પ્રવૃત્તિ શ્રાવકે ત્યજી દેવાની રહે છે. અસિ, મસિ અને કૃષિના પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે વેપારધંધો ઇત્યાદિ છોડી દેવાનાં રહે છે. અગ્નિ પ્રગટાવવો, રસોઈ કરવી, શાક લાવવું, શાક સુધારવું, કપડાં ધોવાં, વાસીદું કાઢવું ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ પ્રતિમાધારી શ્રાવકે સ્વહસ્તે ન કરવી જોઇએ. એથી વિકલ્પો ઘટી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત રહે છે. શ્રાવકે હવે સાંસારિક પ્રવૃત્તિઓ, ભોગપભોગો તથા અન્ય પ્રકારના વ્યવહારો ઇત્યાદિ તરફ ઉદાસીન બની, વિશેષ અંતર્મુખ થઈ, પોતાના ચિત્તને સ્વાધ્યાય, જપ, ધ્યાન ઇત્યાદિ ધર્મક્રિયામાં લગાડી દેવું જોઇએ, આત્મભાવનું ચિંતન કરવું જોઇએ અને સ્વસ્વરૂપાનુસંધાન માટે પુરુષાર્થ કરવો જોઇએ.
રત્નકરંડ શ્રાવકાચાર'માં શ્રી સમન્તભદ્રાચાર્યે તથા “નાટક સમયસાર'માં શ્રી બનારસીદાસે પણ “આરંભત્યાગ'ને આઠમી પ્રતિમા કહી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org