________________
૩ ૪ ૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું.
(૭) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી ન બેસવું.
(૮) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૯) વધુ પડતું ભોજન કરવું નહિ. ઉણોદરી વ્રત કરવું.
(શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.)
આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ યાવજજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છેઃ
एवं जा छम्मासा एसोऽहिगओ इहरहा दिटुं । . जावज्जीवं पि इमं वज्जइ एयंमि लोगंमि ।। આ પ્રમાણે પ્રતિસાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ યાજજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે.
આવશ્યકચૂર્ણિમા સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે.
દિગંબર પરંપરામાં શ્રી સમતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર'માં રાત્રિભોજનત્યાગને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે, તો શ્રી બનારસીદાસે નાટક સમાચાર”માં “દિવામૈથુનત્યાગને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. બનારસીદાસ લખે છે:
જો દિન બ્રહ્મચર્ય વ્રત પાલે, તિથિ આયે નિશિ દિવસ સંભાલે. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો ષટું, પ્રતિમા શ્રાવક અખ્યા.
સાતમી સચિત્ત ત્યાગ પ્રતિમા સાતમી પ્રતિમા “સચિત્તત્યાગની છે. ૩ મહાર સત્તમી શ્રાવકે આગળની છ પ્રતિમા ધારણ કરવા સાથે હવે સળંગ સાત માસ સુધી આ પ્રતિમા ધારણ કરીને સચિત્ત આહારનો ત્યાગ કરવાનો હોય છે. સચિત્ત એટલે જીવસહિત અને અચિત્ત એટલે જીવરહિત. મૂલ, ફળ, પત્ર, ડાળી, બીજ, કદ, ફૂલ વગેરેનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org