________________
૩૫૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ હોય) એવા સ્થાનમાં રહે છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, માથે હાથથી લોચ કે અસ્ત્રાથી મુંડન કરે છે, પાત્ર રાખે છે અને કોઈકના ઘરેથી ભિક્ષા લાવીને વાપરે છે. ભિક્ષા લેવા જાય ત્યારે ગૃહસ્થના ઘરે જઈ પ્રતિમાપ્રતિપત્રીય શ્રમણોપાસાય fમક્ષ જ્ઞ | (પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપો) એમ બોલે છે, પરંતુ આવી રીતે ભિક્ષા લેવા જનારે સાધુઓ જેમ તે સમયે “ધર્મલાભ' બોલે છે તેમ શ્રાવકે “ધર્મલાભ' બોલવાનું હોતું નથી, કારણકે પોતે હજુ ગૃહસ્થ છે. કહ્યું છેઃ
एकारसीसु निस्रसंगो धरे लिंग पडिग्गहं ।
कयलोओ सुसाहुच्च पुव्वुत्तगुणसायरो ।। [પૂર્વે દસમી પ્રતિમા સુધીના જણાવેલા સઘળા ગુણોના સાગર જેવો શ્રાવક હવે અગિયારમી પ્રતિમામાં ઉત્તમ સાધુની જેમ નિઃસંગ બનીને અર્થાત ઘર, કુટુંબ, પરિગ્રહ વગેરે છોડીને એકાન્તમાં રહીને સાધુ જેવો વેષ ધારણ કરે અને મસ્તકે લોચ કરે.]
દિંગબર પરંપરામાં શ્રી સમતભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે આ અગિયારમી પ્રતિમાને “ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા' તરીકે બતાવી છે. પરંતુ તેમાં શ્રમણભૂત પ્રતિમા” જેવાં જ લક્ષણો બતાવ્યાં છે. શ્રી સમતભદ્રાચાર્ય લખે છે કે શ્રાવક ગૃહવાસનો ત્યાગ કરી મુનિ મહારાજની પાસે વનમાં રહે, તેમની પાસે વ્રતો ગ્રહણ કરે, તપશ્ચર્યા કરે, ભિક્ષાભોજન કરે અને વસ્ત્રના ખંડને ધારણ કરે (ખંડવસ્ત્ર એટલે એવું ટૂંકું વસ્ત્ર કે જેનાથી જો મસ્તક ઢાંકે તો પગ ન ઢંકાય અને પગ ઢાંકે તો મસ્તક ન ઢંકાય).
આવું વ્રત ધારણ કરનાર શ્રાવક પોતાના નિમિત્તે બનાવેલું ભોજન ગ્રહણ ન કરે. તે દિવસમાં એકવાર આહાર લે, પરીષહ-ઉપસર્ગ સહન કરે તથા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. શ્રી બનારસીદાસ લખે છેઃ
જો સૂછંદ વરતે તજ ડેરા, મઠ મંડપમેં કરે બસેરા; ઉચિત આહાર, ઉદ્દેડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી.
શ્રાવકની અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ પ્રતિમા છે અને તે સાધુની બરાબર ગણાય છે. દિગંબર પરંપરામાં આ અગિયારમી પ્રતિમાના પણ બે તબક્કા કરવામાં આવ્યા છે-ક્ષુલ્લક અને એલક. ક્ષુલ્લક દશામાં શ્રાવક લંગોટી ઉપરાંત ખંડવસ્ત્ર રાખે છે. તે કેશલોચ નહિ પણ મુંડન કરાવે છે. એલક ફક્ત લંગોટી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org