________________
૩૪૮
જેને ધર્મના પુષ્પગુચ્છ શ્રી સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે સેવા, કૃષિ, વાણિજ્ય, અસ્તિકર્મ, લેખનકાર્ય, શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભથી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે:
જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા બની, મુગતિ વિજય રણથંભ.
નવમી પ્રેષ્યવર્જન પ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્ય-વર્જન પ્રતિમા છે. શ્રેષ્ઠ એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિભાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છેઃ
अवरेणवि आरंभं नवमीए नो करावए । નિવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસે-નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો.
निक्खित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे ।
येवममत्तो अतहा, सव्वत्थवि परिणवो णवरं ।। નિવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાયઃ પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધનધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ.]
लोगववहारविरओ, बहुसो संवेगभाविअमई अ।
पुव्वोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ।। [લોકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ-મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો-પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે.]
દિગંબર પરંપરામાં શ્રી સમન્નુભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે “પરિગ્રહ-ત્યાગની છે. શ્રી સમન્તભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં મમત્ત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પરદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org