________________
૩૪૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् ।
यासु स्थितो गृहस्थोऽपि विशुद्धयति विशेष त: ॥ જિ પ્રતિમાઓનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ હોવા છતાં વિશેષતા વિશુદ્ધ થાય છે, તે “દર્શન' આદિ શ્રાવકની પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું]
આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી છ પ્રતિમા જઘન્ય પ્રકારની માનવામાં આવે છે, ત્યાર પછી સાત, આઠ અને નવ એ ત્રણ પ્રતિમાઓને મધ્યમ પ્રકારની અને દસ તથા અગિયાર નંબરની પ્રતિમાને ઉત્તમ પ્રકારની માનવામાં આવી છે.
આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી ચાર પ્રતિમાઓ શ્વેતામ્બર અને દિગંબર પરંપરામાં સમાન છે. પાંચમીથી દસમી પ્રતિમાનાં નામ, ક્રમ અને પ્રકાર અંગે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડોક ફરક છે. પણ એમાં કેટલીક આગળ પાછળ છે તો કેટલીકમાં ભિન્નતા જોવા મળે છે. અગિયારમી પ્રતિમા બંને પરંપરામાં લગભગ સરખી છે. આમ છતાં આ બધી પ્રતિમાઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તે તો બંને પરંપરામાં સમાન છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે પહેલી પ્રતિમા એક માસ પર્વત, બીજી પ્રતિમા બે માસ પર્વત, ત્રીજી પ્રતિમા ત્રણ માસ પર્વત, ચોથી ચાર મહિના માટે, પાંચમી પાંચ મહિના માટે એમ અનુક્રમે આગળ વધતાં વધતાં દસમી પ્રતિમા દસ મહિના માટે અને અગિયારમી પ્રતિમા અગિયાર મહિના માટે ધારણ કરવી જોઇએ. દિગંબર પરંપરામાં એક પછી એક પ્રતિમા ધારણ કરવાનો નિશ્ચિત કાળક્રમ હોય તેવું જણાતું નથી. એક પ્રતિમામાં સ્થિર થયા પછી જ બીજી પ્રતિમાની સાધના ઉપાડવાની હોય છે, કારણ કે બીજી પ્રતિમામાં પહેલી પ્રતિમાની સાધના પણ આવી જવી જોઇએ. એ રીતે પછીની પ્રત્યેક પ્રતિમામાં પૂર્વની બધી જ પ્રતિમાઓની સાધના હોવી જ જોઈએ. કોઈ પણ એક પ્રતિમામાં આગળ વધાયું હોય, પરંતુ પૂર્વની કોઈ પ્રતિમામાં કચાશ રહી ગઈ હોય તો તે પ્રતિમા સિદ્ધ થયેલી ગણાતી નથી. ઉદાહરણ તરીકે બ્રહ્મચર્યની પ્રતિમામાં સ્થિર ન થવાયું હોય અથવા એ પ્રતિમાના કાળ સુધી જ સ્થિરતા રહી ગઈ હોય પણ પછી સ્થિર ન રહેવાયું હોય અને શ્રાવક આગળની નવી પ્રતિમા ધારણ કરે તો એની પ્રતિમા ખંડિત થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org