________________ લેયા 313 ભગવતીસૂત્રમાં આપેલું છે. એમાં કહ્યું છેઃ ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિર્ચન્થોને બોલાવીને કહ્યું, “હે આર્યો! મંખલિપુત્ર ગોશાલકે મારો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી જે ઉષ્ણ તેજોવેશ્યા કાઢી હતી તે અંગ, બંગ વગેરે સોળ દેશોનો ઘાત કરવામાં-એને ભસ્મીભૂત કરવામાં સમર્થ હતી. આના ઉપરથી આવી તેજોલેશ્યા કેટલી શક્તિશાળી હોઈ શકે તેનો ખ્યાલ આવશે. (વર્તમાન સમયનો એટમ બોમ્બ એની આગળ કંઈ વિસાતમાં નથી.) જ્યારે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉષ્ણ તેજલેશ્યા ફેંકી ત્યારે ભગવાને એની સામે શીતલેશ્યા ફેંકી કે જેથી ગોશાલકની તેજલેશ્યા ભગવાનનો વધ ન કરી શકી, પણ તે ભગવાનની આસપાસ પ્રદક્ષિણા ફરીને પાછી ગોશાલક પર જ પડી હતી. તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજાલેશ્યા એ જીવના તેજસ્ શરીરમાંથી પ્રસરતી એક પ્રકારની ઉર્જા છે, પોગલિક શક્તિ છે. શ્રમણ કાલોદયીને ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું, “હે ભગવાન I ! જેમ સચિત્ત અગ્નિકાય પ્રકાશે છે, તેમ અચિત્ત અગ્નિકાયનાં પુદ્ગલ પ્રકાશે ભગવાને કહ્યું, “હા ! કાલોદયીન ! અચિત્ત પુગલ પણ પ્રકાશ કરે છે. કાલોદયીન ! ક્રોધી અણગારમાંથી તેજોવેશ્યા નીકળીને દૂર જવાથી દૂર પડે છે અને પાસે જવાથી પાસે પડે છે. જ્યાં તે તેજોલેશ્યા પડે છે ત્યાં અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે.” ઉષ્ણ તેજોવેશ્યાથી અન્ય વ્યક્તિ કે ગ્રામનગરને બાળવાની શક્તિનો પ્રતિકાર કરી એને શાન્ત કરવાની, પાછી વાળવાની શક્તિ શીત તેજલેશ્યામાં હોય છે. તાપસ વેશ્યાયને ગોશાલક ઉપર તેજોલેશ્યા ફેંકી ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકને પોતાની શીતલે શ્યાથી બચાવી લીધો હતો. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમસ્વામીને કહે છે, “હે ગૌતમ ! મખલીપુત્ર ગોશાલક પર અનુકંપા લાવીને મેં તાપસ વેશ્યાયને ફેંકેલી તે જોવેશ્યાનો પ્રતિસંહાર કરવા માટે શીત તે જોવેશ્યા બહાર કાઢીને એ ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત કર્યો હતો. એ જાણીને અને ગોશાલકને કંઈ પણ ઇજા ન થયેલી જોઇને વેશ્યાયને પોતાની ઉષ્ણ તેજોવેશ્યા પાછી ખેંચી લીધી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org