Book Title: Jain Dharmana Pushpaguchha
Author(s): Bipinchandra H Kapadia, Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 340
________________ પુગલ-પરાવર્ત કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ દારિક શરીરના નિર્માણને યોગ્ય પુગલ દ્રવ્યોને દારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મ પ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે. શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે) પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત ર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે (પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે), અભિસમન્વાગત કર્યા છે (પુદ્ગલોનો રસાનુભવ કર્યો છે), પરિયાર કર્યા છે (સર્વ અવયવોથી રસાનુભવ કર્યા છે, અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળાં) કર્યા છે, નિઃસૃત અને નિઃસૃષ્ટ પૃથક) કર્યા છે અને એ રીતે તે પુગલો આત્મા પ્રદેશોથી પૃથક્ અર્થાત્ છૂટા થયાં છે. આમ જીવ પોતાના શરીરમાં દારિક પુદ્ગલો ગ્રહણ કરીને, પરિણાવીને પછી છોડી દે છે. એમાં ગૃહીત, બદ્ધ, સૃષ્ટ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રસ્થાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે: હે ગોતમ ! સૌથી ઓછાં વેક્રિય પુગલ-પરિવર્ત છે. એનાથી અનન્તગુણા વધારે વચન-પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા મન પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા આન–પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુદ્ગલ-પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસ્ પુદ્ગલ-પરિવર્ત છે અને એનાથી અનંતગુણા કાર્પણ પુદ્ગલ પરિવર્ત છે. બીજી બાજુ આ સાત વર્ગણાના પુલ પરાવર્તના નિવર્તના (નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિવર્તન કાળ કાર્મણ પુદ્ગલ પરાવર્તનો છે. એનાથી તેજસ પુગલનો કાળ અનંતગુણો છે. એનાથી ઔદારિક પુદ્ગલનો કાળ અનંતગુણો છે, એનાથી શ્વાસોચ્છવાસ પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી મન યુગલનો કાળ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364