________________
૩૩૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ અનંતગુણો છે. એનાથી વચન પુદ્ગલનો કાલ અનંતગુણો છે અને એનાથી વિક્રિય પુદગલ પરાવર્તનનો નિર્તના કાળ અનંતગુણો છે.
આ પ્રમાણે ચોદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ પરમાણુઓનો ઉપભોગ થતાં એટલે કે ગ્રહણ કરીને મૂકી દેતાં જે પરાવર્ત થાય તેને સ્થૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે.
સંસારમાં ભ્રમણ કરતો જીવ ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પરમાણુને સાત વર્ગણામાંથી અનુક્રમે એક પછી એક વર્ગણારૂપે પરિણમાવે એટલે કે ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય.
જીવ પ્રથમ દારિક વર્ગણારૂપે સર્વ પુગલ પરમાણુને ભોગવે, ત્યાર પછી વેક્રિય વર્ગણા રૂપે ભોગવે, એમ કરતાં સાત વર્ગણા રૂપે અનુક્રમે ભોગવે ત્યારે સૂમ દ્રવ્ય પુદગલ પરાવર્ત થાય. જીવ યુગલ પરમાણને
દારિક વર્ગણા તરીકે ભોગવતો હોય ત્યારે વચ્ચે વૈક્રિયાદિ વર્ગણારૂપે ગમે તેટલી વાર ભોગવે તે ન ગણાય. તેવી જ રીતે વૈક્રિયાદિ અન્ય વર્ગણા માટે પણ સમજવું.
કેટલાક શાસ્ત્રકારો દ્રવ્ય પરાવર્તના બે ભેદ બતાવે છે : (૧) નોકર્મ દ્રવ્ય પરાવર્ત અને (૨) કર્મ દ્રવ્ય પરાવર્ત. એમાં નોકર્મ દ્રવ્ય પરાવર્તન કાળના ત્રણ ભેદ બતાવવામાં આવે છે : (૧) અગૃહીત-ગ્રહણ કાળ, (૨) ગૃહીત-ગ્રહણ કાળ અને (૩) મિશ્ર કાળ.
પૂલ (બાદર) અને સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત વિશે શ્રી “પુલ પરાવર્તસ્તવમાં કહ્યું છેઃ निरवशेषलोकदेशान् भवे भवे पूर्वसंभवैर्मरणैः । स्पृशतः क्रमोत्क्रमाभ्यां क्षेत्रे स्थूलस्तदावर्तः ॥ [ચોદ રાજલોકના બધા જ આકાશ પ્રદેશોને ભવે ભવે ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત થાય
લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. એના પ્રત્યેક પ્રદેશને બુક્રમથી જીવ મરણથી સ્પર્શે અને એમ કરતાં બધા જ આકાશપ્રદેશોને સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય (અન્ય એક મત પ્રમાણે જીવ જન્મથી સ્પર્શ અને એમ કરતાં બધાં જ આકાશ પ્રદેશોને જન્મથી સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org