________________
પુદ્ગલ-પરાવર્ત
૩૩૫
લાખ જીવયોનિમાં પ્રત્યેકમાં જીવ ઉત્પન્ન થઈ, જઘન્ય આયુષ્યથી અનુક્રમે ઉત્તરોત્તર વધતું આયુષ્ય ભોગવીને એમ છેવટે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે ત્યારે એક ભવપરાવર્ત પૂરો થયો કહેવાય. એવા અનંત ભવપરાવર્ત આ જીવે ભૂતકાળમાં કર્યાં છે.
આમ, પુદ્ગલ પરાવર્તનો અને એના પ્રકારોનો વિચાર કરીએ તો બુદ્ધિ કામ ન કરે. કોઈકને એમ લાગે કે ખરેખર આમ થતું હશે ? વસ્તુતઃ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને અને તિર્યંચ ગતિના જીવોને લક્ષમાં રાખી પોતે પણ આ બધાં ભવચક્રોમાંથી પસાર થયા છે એનું શાંત ચિત્તે મનન કરીએ તો કંઈક અંતરમાં પ્રતીતિ અવશ્ય થાય. માત્ર પોતાના મનુષ્યભવનો વિચાર ક૨વાથી આ તરત નહિ માની શકાય. સર્વજ્ઞ ભગવાને જ્યારે શ્રી ગૌતમસ્વામીને સ્વમુખે આ પ્રમાણે કહ્યું છે ત્યારે તો એમાં અડગ શ્રદ્ધા થવી જોઈએ.
કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત (પરાવર્ત)માં આવેલા હોવાથી તેઓ ચરમાવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગબિન્દુ'માં (શ્લોક ૭૨) જણાવ્યું છે :
चरमे पुद्गल - परावर्ते यतो यः शुकलपाक्षिकः । भिन्नग्रन्थिचरित्री च, तस्यैवेतदुदाहृतम् ॥
[છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં વર્તતો જીવ શુકલ પાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.]
જે જીવોને સંસા૨પરિભ્રમણમાં એક વખત પણ ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થાય છે તો તે જીવો દેશઉણ અડધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તો પણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમકિત નિર્મળ થતું જાય તેમ ભવ ઓછા કરવાના રહે.
એટલે આપણે ‘શ્રી પુદ્ગલપરાવર્તસ્તવ'ના રચનાર મહાત્માએ એમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org