________________
અગિયાર ઉપાસક-પ્રતિમાઓ
"પ્રતિમા' શબ્દ અહીં જેને પારિભાષિક અર્થમાં લેવાનો છે. દુનિયાના દરેક ધર્મમાં ગૃહત્યાગ કરી સાધુ-સંન્યાસી-
ભિખ્ખું કે પાદરી બનનાર લોકોની સંખ્યા એ ધર્મ પાળનારા લોકોની સંખ્યાના એક ટકા જેટલી હોય તો હોય, કારણ કે સાધુજીવન અત્યંત કઠિન છે.
જેનોની દેશ-વિદેશમાં મળીને હાલ એક કરોડ જેટલી વસતિ ગણીએ, (થોડી વધારે પણ હોય) તો ચારે ફિરકાના મળીને જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા હાલ દસ હજાર કરતાં વધુ નથી. કદાચ ઓછી હશે. એનો અર્થ એ થયો કે કુલ વસતિના અડધા કે પા ટકા કરતાં પણ ઓછી સંખ્યા સાધુસાધ્વીઓની છે. આવી સ્થિતિ લગભગ હંમેશાં રહેવાની, કારણ કે જૈન સાધુસાધ્વીની દિનચર્યા તો સૌથી વધુ કઠિન છે. જે ધર્મમાં રહેઠાણ, ભોજન, વસ્ત્ર, વાહન વગેરેની ઘણી સગવડ સાધુઓને હોય છે તેમાં પણ ગૃહત્યાગ કરીને તથા અપરિણીત રહીને સાધુજીવન સ્વીકારનારા ઓછા હોય છે. વળી વેશથી એટલે કે દ્રવ્યથી સાધુ થવું એ એક વાત છે અને દ્રવ્યની સાથે ભાવથી સાધુ થવું અને અધ્યાત્મની મસ્તીમાં રહેવું એ તો એથી પણ વધુ દુષ્કર છે. એટલે જ ભગવાન મહાવીરે સાધુનાં મહાવ્રતો અને ગૃહસ્થનાં અણુવ્રતો એમ જુદાં વ્રતો બતાવ્યાં કે જેથી કોઈની પાસે વધુ પડતી અપેક્ષા રખાય નહિ અને કોઈ હતોત્સાહ બને નહિ.
શ્રાવકનાં અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનાં વ્રતો બતાવવા ઉપરાંત જે શ્રાવકો સાધુ થઈ શકતા નથી, પણ ક્રમિક રીતે આગળ વધી સાધુની અવસ્થાની લગોલગ પહોંચવા ઇચ્છે છે એમને માટે સામાયિક, પૌષધ, ઉપધાન વગેરે નિયતકાલિક સાધુપણાની ક્રિયાઓ કરવા ઉપરાંત શ્રાવકની, ઉપાસકની અગિયાર પ્રતિમા બતાવી છે.
પ્રતિમા' (પાકૃત-પડિમા') શબ્દનો સાદો વાચ્યાર્થ છે મૂર્તિ, પૂતળું, બાવલું. પ્રતિમા સ્થિર હોય છે એટલે “પ્રતિમા' શબ્દનો લાક્ષણિક અર્થ છે કોઇ પણ એક અવસ્થામાં સ્થિરતા. “પ્રતિમા' ઉપરથી પ્રતિબિંબ, પ્રતિરૂપ જેવા સમાનાર્થી શબ્દો પ્રયોજાય છે.
પ્રતિમા' શબ્દ પરથી પ્રતિમાન શબ્દ પણ આવ્યો છે. તેનો અર્થ “માપદંડ” એવો પણ કરવામાં આવે છે. એટલે એક એક પ્રતિમા માપદંડ રૂપ છે એવો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org