________________ પુગલ-પરાવર્ત આપણે જે પુગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એના એ જ પરમાણુ નથી હોતા. પ્રત્યેક વેળા જૂનાની સાથે કેટલાયે નવા પરમાણુઓનું પણ ગ્રહણ-વિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે ? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત થઈ. ભૂતકાળમાં જે અનંત જન્મો એકેન્દ્રિયથી મનુષ્યપણા સુધીમાં પસાર થઈ ગયા તેનો હિસાબ પણ વિચારવો જોઇએ. જીવ જે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ-વિસર્જન જન્મજન્માન્તરથી કરતો આવ્યો છે તેને માટે પારિભાષિક વિચારણા જૈન ધર્મમાં વ્યવસ્થિત રીતે થયેલી છે. આ પ્રક્રિયાને તદ્દન સાદી રીતે સામાન્ય દૃષ્ટિએ સમજાવવી હોય તો એમ કહેવાય કે ચૌદ રાજલોકમાં રહેલાં તમામે તમામ પુદ્ગલ પરમાણુઓનું કોઈપણ જીવ ગ્રહણ-વિસર્જન પૂર્ણ કરે એને એક પુલ પરાવર્ત કહેવામાં આવે છે. જો કે આટલી વાત પૂરતી નથી, કારણ કે આ પરાવર્તના સ્વરૂપ, ક્રમ ઇત્યાદિ વિશે આપણા આગમગ્રંથોમાં ગહન વિચારણા થયેલી છે. પુદ્ગલ શબ્દ પુત્ અને મન એવાં બે પદોનો બનેલો છે. પુ (અથવા પુર) એટલે પૂરણ, એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું ઇત્યાદિ. ગત્ એટલે ગલન, એટલે કે ગળી જવું, છૂટા પડવું, જુદા થવું. આમ, પુગલ એટલે એવું દ્રવ્ય કે જેનામાં સંયોજન અને વિભાજનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. છ દ્રવ્યોમાંથી બીજો કોઈ દ્રવ્યમાં આવી સંયોજન, વિભાજનની ક્રિયા થતી નથી. એક માત્ર પુદ્ગલ દ્રવ્યની જ આ વિશિષ્ટતા છે. પુદ્ગલ (પ્રા. પુગલ, પોગ્ગલ) શબ્દની વ્યાખ્યા “પ્રવચન સારોદ્વાર” ટીકામાં નીચે પ્રમાણે આપવામાં આવી છેઃ द्रव्याद् गलन्ति-वियुज्यन्ते किंचित् द्रव्यं स्वसंयोगतः पूरयन्ति-पुष्टं कुर्वन्ति પુન: I જિ દ્રવ્યથી ગલિત થાય છે, વિયુક્ત થાય છે અને સ્વસંયોગથી કિંચિત્ પુષ્ટ કરે છે તે પુગલ છે.] બીજી વ્યાખ્યા છે : पूरणगलणत्तणत्तो पुग्गलो / અથવા પૂરપાત્ મનનીચ્ચે પુન: | Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org