________________ 3 2 2 જૈન ધર્મના પુષ્પગુચ્છ લાંબું-પહોળું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ વિશે તો કોઈક જ વિચાર કરે છે. જૈન ધર્મ પ્રમાણે ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત વિશ્વ અને એમાં ભમતા ચોરાશી લાખ જીવાયોનિના જીવો-આ બધાંનો મુખ્ય બે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરી શકાય-ચેતન અને જડ અથવા જીવ અને અજીવ. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છેઃ (1) પુગલ (2) ધર્માસ્તિકાય (3) અધર્માસ્તિકાય (4) આકાશાસ્તિકાય અને (5) કાલ. એમાં જીવને સવિશેષ ઘનિષ્ઠ સંબંધ જો હોય તો તે પુદગલ સાથે છે. આ સંબંધ અનાદિ કાળથી એટલે કે જ્યારે જીવ નિગોદ અવસ્થામાં હતો ત્યારથી છે. એ અવસ્થામાંથી બહાર નીકળી અનંતાનંત ચક્કરો ચારે ગતિમાં મારતો મારતો જીવ મનુષપ્પણું પામ્યો છે, પણ કેટલાક માણસોને જેમ અપ્રિય ભૂતકાળ યાદ કરવો ગમતો નથી, તેમ મનુષ્યને પોતે વીતાવેલા એ ચક્કરોના કાળને યાદ કરવો ગમતો નથી. એ વિશે સૂઝ પણ નથી. પરંતુ માણસો જો સમજે અને પોતે આગલા જન્મોમાં કેટલાં કષ્ટો વેક્યાં છે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો છે એ વિશે જાણે તો જ આ ચક્કરમાંથી જલદી છૂટવાનો અને ભાવ થાય. જીવનો જડ તત્ત્વ એટલે કે પુદ્ગલ સાથેનો સંબંધ અનાદિ છે એમ કહેવું સહેલું છે, પણ અનાદિની કલ્પના કરવી ઘણી અઘરી છે. અનાદિ કાળથી, નિગોદ અવસ્થાથી જીવનો જડ તત્ત્વ, પુદ્ગલ સાથે જોડાયેલો સંબંધ સતત આ મનુષ્ય ભવ સુધી ચાલતો આવ્યો છે. આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આહાર માટે અને અન્ય વપરાશ માટે જે બધાં પુગલ પરમાણુઓનો ઉપયોગ કરીએ છીએ તેના જેટલો ઢગલો કરીને કોઈ આપણને બતાવે તો આશ્ચર્યચકિત થઈ જવાય. માણસ પોતાના સિત્તેર, એંસી કે સો વર્ષના આયુષ્યમાં ફક્ત અનાજ, શાકશાજી, પાણી વગેરે વાપરે છે એ બધાં એક જ સ્થળે એકત્ર કરવામાં આવે તો પણ મોટો પર્વત થઈ જાય. એક જિંદગીમાં એક વિશાળ સરોવર કરતાં વધુ પાણી આપણે પીવામાં–નહાવાંધોવામાં વાપરતા હોઇશું. જેમ ભોજન વગેરેમાં તેમ શૌચાદિ ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે ? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org