________________ 3 2 7 મુગલ-પરાવર્ત પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે : पोग्गल परियट्टो इह दव्वाइ चउविहो मुणेयव्वो। धूलेयरभेएहिं जह होइ तहा निसामेइ / / (દ્રવ્ય વગેરે પુદ્ગલ પરાવર્ત ચાર પ્રકારના જાણવા. એમાં પણ સ્કૂલ અને સૂમ એવા ભેદો કહેલા છે.) સંસાર-પરિભ્રમણમાં જીવ આ આઠે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરતો આવ્યો છે. આ આઠે પુદ્ગલ પરાવર્તમાં એક પૂરું થાય પછી જીવ બીજું પુદ્ગલ પરાવર્ત ચાલુ કરે એવું નથી. આઠે પુગલ પરાવર્ત સાથે સાથે જ ચાલે છે. વળી એવું નથી કે એક પરાવર્ત પૂરું થયું એટલે કામ પતી ગયું, અથવા આઠે પરાવર્ત પૂરાં થયાં એટલે વાતનો અંત આવી ગયો. એક પરાવર્ત પૂરું થતાં બીજું તત્પણ ચાલુ થઈ જાય છે. એ રીતે જીવે અનાદિ કાળથી વર્તમાન કાળ સુધીમાં અનંત પુગલ પરાવર્ત કર્યા છે. આઠ પ્રકારના પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ કોઈને તરત ન સમજાય એવું છે. એ માટે ઉદાહરણ તરીકે મેં નીચે આપેલી રમતો ઉપયોગી થઈ પડશે. ૨મત-૧ ઊભી અને આડી લીટીઓ દોરીને ઊભાં દસ અને આડાં દસ-એ રીતે ગણતાં કુલ 100 ખાનાં કરવાં. એ દરેક ખાનામાં અનુક્રમે 1 થી ૧૦૦ની સંખ્યા લખવામાં આવે. હવે એક જણ એક કોથળીમાં ઢગલો કરીને રાખેલી 100 સોગઠીઓમાંથી એક પછી એક સોગઠી કાઢે. દરેક સોગઠી ઉપર કોઈ એક આંકડો લખ્યો હોય. એવી 1 થી 100 સુધીની સોગઠી કોથળીમાં છે. જેમ જેમ એક એક સોગઠી નીકળતી જાય તેમ તેમ રમત રમનારે કાગળના કોઠામાં તે તે આંકડા ઉપર ચોકડી કરવી. એ રીતે બધી સોગઠી પૂરી થશે તેની સાથે કાગળ પરની ચોકડીઓ પણ પૂરી થશે. આ એક પ્રકારનું પરાવર્તન પૂરું થયું કહેવાય. આમાં નંબર ઉપર એકથી અનુક્રમે ચોકડી કરી નથી, પણ જેમ જેમ જે જે નંબર નીકળે તે પ્રમાણે ચોકડી કરવામાં આવી છે એટલે આ વ્યક્રમ અથવા ક્રમ-ઉત્ક્રમ પરાવર્તન છે. એને સ્થૂલ અથવા બાદર પરાવર્તન કહી શકાય. ૨મત-૨ હવે એ જ પ્રમાણે 1 થી 100 સુધીના આંકડા લખ્યા હોય એવા કોઠાવાળા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org