________________ 318 જૈન ધર્મના પુષ્પગુચ્છ થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યા પરિણામ પણ તેવાં જ હોય છે. મૃત્યુ સમયે જીવની જે વેશ્યા હોય છે તેમાં પણ પરિણમનની તરતમતા સંભવી શકે છે. એટલે એ પ્રમાણે મરણના પ્રકાર સ્થાનાંગસૂત્રની ટીકામાં દર્શાવ્યા છે. મૃત્યુ સમયે વેશ્યા જેમ છે તેમ જ અવસ્થિત રહે તો એને સ્થિત લેશ્યામરણ કહે છે. એ સમયે જો વેશ્યા સંકિષ્ટ થાય તો સંક્લિષ્ટ લશ્યામરણ કહે છે અને મૃત્યુ સમયે લેશ્યાના પર્યાયો પ્રતિસમય વિશુદ્ધ થતા રહે તો તેને પર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણ સમયે લેશ્યા અવિશુદ્ધ ન થતી હોય તો અસંકિષ્ટલેશ્યામરણ કહે છે અને પર્યાયોમાં વિશુદ્ધિ ન થતી હોય તો અપર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણના બાલમરણ, પંડિતમરણ અને બાલપંડિતમરણ તથા પંડિત બાલમરણ એવા પ્રકારો પાડવામાં આવે છે. એ પ્રકાર અનુસાર એ સમયની વેશ્યાના પર્યાયોમાં શુદ્ધિ-અશુદ્ધિની દૃષ્ટિએ પણ પ્રકારો વિચારાયા છે. મૃત્યુ સમયની જીવની વેશ્યા કેટલી શુભ કે અશુભ છે અને એમાં પણ તે કેટલી અવગાઢ (મગ્નતાયુક્ત) છે તે પ્રમાણે જીવને પરભવમાં બોધિલાભ અને સભ્યત્વની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં અંતે કહ્યું છે કે જે જીવો સમ્યગ્દર્શનમાં અનુરક્ત, નિયાણ ન કરનાર અને શુકલતેશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં સુલભબોધિ થાય છે. જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત, નિયાણ કરવાવાળા અને કૃષ્ણ લેગ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં દુર્લભબોધિ થાય છે. ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિના જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે તેમની વેશ્યાઓનું પરિણમન કેવું થાય છે એ વિશે બહુ સૂક્ષ્મતાથી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં દર્શાવવામાં આવ્યું છે. એ આખો વિષય પરિભાષિક અને કઠિન છે, પરંતુ જો રસ પડે તો બહુ ગમે એવો વિષય છે. આધુનિક વિજ્ઞાને જે કેટલાંક સૂકમદર્શક સાધનો બનાવ્યાં છે એમાં કિલિયને ફોટોગ્રાફી પણ છે. આ ફોટોગ્રાફી દ્વારા મનુષ્યના શરીરમાંથી બહાર જે આભા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org