________________ લેશ્યા 317 થઈ શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું એ માટે સચોટ ઉદાહરણ છે. શુકલલેશ્યામાંથી પરમ કૃષ્ણલેશ્યા અને પરમકૃણમાંથી પરમ શુકલલેશ્યામાં પરિણમન કેટલા અલ્પકાળમાં થયું હતું! વેશ્યાએ નરકગતિમાંથી બચાવી કેવળજ્ઞાન અપાવ્યું! જેમ દૂધ અને દહીંનું દષ્ટાન્ત આપવામાં આવે છે તેમ શુદ્ધ શ્વેત વસ્ત્રમાં પડેલા કોઈ રંગનું પ્રવાહી પડતાંની સાથે જેમ પ્રસરી જાય છે એનું દષ્ટાન્ત આપવામાં આવે છે અથવા વેડૂર્ચ મહિનામાં પરોવેલા રંગીન દોરાનું દૃષ્ટાન્તા પણ આપવામાં આવે છે. લેક્ષાના પરિણમન અને જીવનાં ઉત્પત્તિ તથા મરણ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેઃ लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु / न हु कस्सइ उववाओ, परे भवे अस्थि जीवस्स / / लेसाहिं सव्वाहिं चरिमे समयम्मि परिणयाहिं तु / न हु कस्सइ उववाओ परे भवे अस्थि जीवस्स / अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए चेव / लेसाहिं परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं / / બધી જ વેશ્યાઓમાં એના પ્રથમ સમયની પરિણતિ અને અંતિમ સમયની પરિણતિ વખતે કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. વેશ્યાની પરિણતિ થાય તે પછી અંતમુહૂર્તમાં જીવ પરલોકમાં જાય છે. એટલે કે મરણાવેળા એ આગામી ભવની વેશ્યા પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જીવ પરલોકમાં જાય છે. વેશ્યાની વ્યવસ્થા એવી છે કે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં તે પરિત થાય છે. પરલોકમાં જે વેશ્યા પ્રાપ્ત થવાની હોય તે લેગ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલા માટે, ઉદાહરણ તરીકે, કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઉપરાંત વધારાના એક અંતમુહૂર્તની હોય છે. બીજી વેશ્યાઓમાં પણ તે પ્રમાણે સમજવું. મૃત્યુ પામનાર જીવની ગતિમાં લેગ્યાના યોગ અંગે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને જો નરક ગતિમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યા–પરિણામ પણ તેવાં જ હોય છે. એવી રીતે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org