________________ લેશ્યા 319 (Aura) નીકળે છે એ આભામંડળનો ફોટો લઈ શકાય છે. આ ફોટોગ્રાફમાં મનુષ્યના મસ્તકની બહાર, એના મનમાં ચાલતા વિચારો, અધ્યવસાયો અનુસાર જે આભામંડળ રચાય છે તે દેખાય છે. દરેકનું આભામંડળ જુદું હોય છે. દ્રવ્ય લશ્યામાં વર્ણ, રસ, સ્પર્શ અને ગંધ એમ ચાર હોય છે. આ ફોટોગ્રાફમાં માત્ર વર્ણ દેખાય છે. ફોટોગ્રાફનું આ આભામંડળ એ વેશ્યાનું જ સંપૂર્ણ રંગપ્રતિબિંબ છે એમ તરત નિશ્ચિતપણે નહિ કહી શકાય. એમાં હજુ સંશોધનને- અભ્યાસને ઘણો અવકાશ છે. કારણ કે લેગ્યાનાં છ રંગ છે, જ્યારે આભામંડળના ફોટોગ્રાફમાં વાદળી, રાખોડી વગેરે બે ત્રણ રંગ આછા કે ઘેરા દેખાય છે, પરંતુ મનુષ્યના મનમાં ઊઠતા વિચારો, ભાવો, અધ્યવસાયો અનુસાર શરીરમાં, વિશેષતઃ મસ્તકમાં સૂક્ષ્મ રંગો ઉદ્ભવે છે અને તે બહાર આવે છે એમ આધુનિક વિજ્ઞાન સ્વીકારતું થયું છે. લેશ્યાને આભામંડળ, શરીરનાં ચક્રો, જ્યોતિષશાસ્ત્ર, રંગ ચિકિત્સા, રત્નચિકિત્સા વગેરે શાસ્ત્રો સાથે સંબંધ હોવાનું અનુમાન થાય છે. આ વિશે અભ્યાસ થવા લાગ્યો છે અને એ વિશે ભવિષ્યમાં વધુ પ્રકાશ પડવાનો સંભવ છે. (હાલ પ. પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજ એ વિષયમાં ઊંડો અભ્યાસ કરી રહ્યા છે.) આપણને આનંદ એ વાતનો હોઈ શકે કે અગાઉ સામાન્ય માણસો જે સૂક્ષ્મ વાતોને માનતા ન હતા અથવા માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારતા હતા તે વાતો હવે તેમને પ્રતીતિકર લાગે છે અને એથી જે ધર્મમાં એમની શ્રદ્ધા સવિશેષ દઢ થાય છે. જેઓને ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ નહિ પણ માત્ર ઐહિક જીવનની દૃષ્ટિએ વિચાર કરવો છે તેઓએ પણ એ જાણવું જોઇએ. અશુભ લેશ્યાઓના સતત પરિણમનથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે અને શુભ લેશ્યાઓના સતત પરિણમનથી સ્વાથ્ય સારું રહે છે. પ્રજ્ઞાપના સૂત્રોની મલયગિરિ-વિરચિત ટીકામાં કહ્યું છેઃ तथापि शीतरुक्षो स्पर्शी आद्यानां तिसृणां चित्तास्वास्थ्यजनने स्निग्धोष्णस्पर्शी उत्तराणां तिसृणां लेश्यानां परमसंतोषोत्पादने साधकतमौ / અર્થાત્ આરંભની ત્રણ અશુભ લેગ્યાથી ચિત્તની અસ્વસ્થતા પેદા થાય છે અને પછીની ત્રણ શુભ લેશ્યાથી પરમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org