________________ 3 10. જૈન ધર્મના પુષ્પગુચ્છ આવે છે. છ લેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે પ્રાચીન સમયથી જાંબુનું વૃક્ષ અને છ મિત્રોનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. આવશ્યકસૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ આ દૃષ્ટાન્ન આપ્યું છે. (આ દૃષ્ટાન્તનું ચિત્ર કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં આનો પટ કોતરાવેલો હોય છે.) છ મિત્રો એક ઉપવનમાં ફરવા ગયા હતા. તેઓ બહુ ભૂખ્યા થયા હતા. ત્યાં તેઓએ એક જાંબુનું વૃક્ષ જોયું કે જેના ઉપર ઘણાં બધાં જાંબુ લટકતાં હતાં. જાંબુના ભારથી કેટલીક ડાળીઓ લચી પડી હતી. સરસ મઝાનાં જાંબુ જોતાં તે ખાવાની દરેકના મનમાં ઇચ્છા જાગૃત થઈ. તે કેવી રીતે મેળવીને ખાવાં તે વિશે પોતપોતાના મનની વેશ્યા અનુસાર દરેકના મનમાં જુદો જુદો વિચાર ઉત્પન્ન થયો. એક મિત્રે કહ્યું કે આપણને ભૂખ લાગી છે અને જાંબુ ખાવાનું મન થયું છે, પરંતુ વૃક્ષ ઉપર ચડવામાં કષ્ટ ઘણું છે. વળી જો ઉપરથી પડ્યા તો જાનનું જોખમ છે. એના કરતાં સારો રસ્તો એ છે કે આપણે આખા વૃક્ષને જ નીચેથી કાપીને પાડી નાખીએ તો આરામથી જાંબુ ખાઈ શકીએ. આપણી પાસે વૃક્ષને કાપવા માટે કરવત, કુહાડી વગેરે છે. બીજા મિત્રે કહ્યું કે આખા વૃક્ષને કાપી નાખવાની શી જરૂર છે ? આપણે મોટી મોટી ડાળીઓ કાપી નાખીએ. જેથી વૃક્ષ બચી જાય અને આપણને જાંબુ મળે. ત્રીજા મિત્રે કહ્યું, “મોટી મોટી ડાળ કાપવાની શી જરૂર છે ? જે નાની નાની શાખાઓ છે તે જ તોડી લઇએ.” ચોથા મિત્રે કહ્યું, “નાની શાખાઓ તોડવાની જરૂર પણ નથી. ફક્ત જાંબુફળવાળા જે ગુચ્છા (ઝૂમખાં) છે તે તોડી લઇએ.” પાંચમા મિત્રે કહ્યું કે “આખા ગુચ્છા તોડવાની પણ જરૂર નથી. એમાંથી સારાં સારાં પાકાં જાંબુ હોય તે ઝૂમખાં હલાવીને જાંબુ પાડી લઇએ તો કેમ ? છઠ્ઠા મિત્રે કહ્યું, “મિત્રો, એમ કરવાની પણ જરૂર નથી. અહીં વૃક્ષ નીચે તો જુઓ ! કેટલાં બધાં સરસ પાકાં જાંબુ પડેલાં છે. આપણે એ જ વીણી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org