________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ અજ્ઞાન કે મોહને આધીન નહીં પરંતુ જ્ઞાનાત્મક હોય. નિજસ્વભાવમાં રમનારું હોય, સચ્ચિદાનંદમય હોય, અમર, નિત્ય, સ્વસંવેદ્ય હોય, અવ્યાબાધ હોય. આવું સુખ માત્ર મોક્ષમાં જ મળે. આવું સુખ જ્યાં મળે તે સ્થાન મક્ષ છે. આ સ્થળ અજર, અમર, શાશ્વત છે; નથી ત્યાં મોહ કે અજ્ઞાનતા. ત્યાં જ્ઞાનધન સ્થિતિ હોવાથી રાગ-દ્વેષ નથી, વીતરાગમયતા છે. આનંદધનરૂપે છે. તે અશરીરી, અતીન્દ્રિય અમન-મનાતીત છે, અનન્ત છે, અવ્યાબાધ છે, સચ્ચિદાનંદ રૂપે ચિધન છે, અક્ષય છે, અનન્ત છે, નિત્ય છે, અવ્યાબાધ છે, પરમસુખ છે. આવું સુખ જ્યાં અનુભવાય જે અવસ્થામાં રહી ભોગવાય તે સ્થાન વિશેષનું નામ મોક્ષ છે. પણ વિચારશીલ મનુષ્યને લાગે કે આ તો શબ્દોના સાથિયા પૂર્યા હોય તેવું લાગે છે, શબ્દોની જાળ છે. ભલા ભાઈ આવું વર્ણન મેં નથી કર્યું, કોઈ સાંસારિક વ્યક્તિએ નથી કર્યું, પૂજ્ય એવા તપોનિષ્ઠ મુનિએ પણ નથી કર્યું પરંતુ સાધનાદિથી અષ્ટકર્મોનો કચ્ચરઘાણ કાઢી ત્રણે કાળનું અપ્રતિપાતી કેવળજ્ઞાન મેળવ્યું છે તેવા તીર્થકરોની અમૃતઝરતી વાણી ઝીલી તેમના પટ્ટધર ગણધર શિષ્યોએ આગમમાં પ્રતિપાદિત કર્યું છે.
મૃત્યુ પછી સંસારપર્યાયના અંતે જીવનું અસ્તિત્વ સ્વીકારીએ તો મોક્ષ સિદ્ધ થાય. બોદ્ધોના દીપનિર્વાણના સિદ્ધાન્તની જેમ જીવના અભાવને મોક્ષ માનતાં કોઈના પણ અભાવને મોક્ષ માનવો પડે. નિર્વાણ પછી જીવાત્મા નિત્ય રહે છે. અભાવને મોક્ષ માનીએ તો અભાવ ભાવ જેવું સિદ્ધ થાય. તેથી જીવ વિના મોક્ષ કોનો ? જીવાત્માનો મોક્ષ સત્ય પક્ષ ઠરે છે. જીવની દેવ-તિર્યંચાદિ સાંસારિક પર્યાયોનો નાશ થતાં; મુક્તિ પર્યાયની ઉત્પત્તિથી આત્મા કાયમ, નિત્ય, સિદ્ધ રહે છે. કર્મનાશે સંસાર નાશ પણ:કમ્મકઓ સંસારો તન્નાસે તસ્ય જુજ્જઈ નાસો || જીવકમૂકયું તત્રાસે તસ્સ કો નાસો || ૧૯૮૦ | કર્મ કોની સાથે બંધાયેલા છે ? કર્મ કોનાથી ? જો કર્મ નાશે જીવનો નાશ સ્વીકારીએ તો મોક્ષનું અસ્તિત્વ ક્યાંથી ? કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય જે ઉચિત છે. જીવાત્મા કર્મનો બનેલો નથી. કર્મ જીવને બનાવતું નથી. જીવે કર્મ બનાવ્યાં છે. જો કર્મ જીવનું કારણ નથી તો કર્મના નાશથી જીવનો નાશ કયા આધારે થાય ? કર્મના નાશ પછી જીવાત્મા રહે છે. તેથી મોક્ષ જીવાત્માનો છે નહીં કે કર્મનો. કર્મથી, તેના સંયોગ-વિયોગથી સંયોગના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org