________________
*
જ.
૧૧૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ સપ્તર્ષિ છે. આ સાત ઋષિમાં છઠ્ઠા ઋષિ તે વસિષ્ઠ છે. લગ્નપ્રસંગે ગોરમહારાજા નવ-દંપતીને આકાશમાં રહેલા તે તારાવૃંદને બતાવી કહે છે કે “વસિષ્ઠ-અરૂંદતીનું સૌભાગ્ય' તમો પણ પ્રાપ્ત કરો. પ્રાચીન સમયમાં સંભવતઃ રાતે આ લગ્નવિધિ કરાતી. અત્યારો દોડધામમાં દિવસે આ તારાવૃંદને બતાવવું તો અશક્ય છે. આ બે ઋષિવરોમાં સ્પર્ધા ટળી જતાં વિશ્વામિત્રે વસિષ્ઠને બ્રહ્મર્ષિ તરીકે સ્વીકારી ગણના કરાય તેવું માનપદ આપ્યું.
સંવત્સરી પ્રતિક્રમણ પછી તરત જ અને ત્યારબાદ યથા અવકાશ મિચ્છામિ દુક્કડું કહેવાનો રિવાજ કે પ્રથા પડી ગઈ છે. દુર રહેનાર વ્યક્તિની સાથે કાગળ-પત્રો દ્વારા તે કરાય છે. તીર્થ કે તીર્થંકરાદિના ફોટાવાલા કાગળો મોકલાય છે. પરંતુ પછી તેનું શું કરાય છે ? કેટલાક કચરાની પેટીમાં પધરાવી છે. કેટલાંક તેને ફાડી પણ નાંખે !
વળી એક જ સ્થળે રહેનારા લોકો એકબીજાને ત્યાં કુરસદે જાય, પેટને ન્યાય આપે, વાહનો વગેરેમાં બેસીને જાય. શું અહીં હિંસા નથી થતી ? વાહનો નીચે જીવો કચડાઈ પણ જાય. વાહનોમાંથી નીકળતો ધુમાડો, ગેસ વગેરે વાતાવરણને પર્યાવરણને નુકશાન કરે તેનો ખ્યાલ જ નથી હોતો.
વળી કેટલાકની બાબતમાં અંતરથી આમ નથી કરાતું. કરવું પડે છે, કરવું જોઇએ. રિવાજ પડી ગયો છે, તેમ કર્યા વગર ચાલે તેમ નથી, માટે કચવાતે મને મોભો તથા મોકો સાચવતા આમ કરે જ જવાય છે.
આના જેવી બીજી ધાર્મિક ક્રિયા જોઇએ. દેરાસરમાં પ્રક્ષાલ, ફૂલની આંગી, ચાંદીના વરખ ચોંટડાવા, રેશમી વસ્ત્ર પહેરી પૂજા કરવી વગેરે. કેટલેક સ્થળે પ્રશાલ જાતે હવે નથી કરાતી. પૂજારી માણસ પાસે જ કરાવી લેવાય છે. તે દરમ્યાન, કીડી, મંકોડા, વાંદા વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો સંભવ વધારે રહે છે. ફૂલ, ચાંદીના વરખ વગેરેમાં પણ હિંસા રહેલી છે. રેશમી વસ્ત્રમાં તેને ઉત્પન્ન કરનારાં કેટલાં કીડાની હિંસા થાય છે.
તપની વાત કરીએ. કેટલીક વાર એ દેખાદેખી, સારું દેખાવા માટે, માન પાન, કીર્તિ વગેરે માટે કરાય છે. તપથી ભાવ નિર્જરા થવી જોઇએ એનો ખ્યાલ નથી હોતો. ક્યાં ચૌદ હજાર સાધુઓમાં જેની ખુદ ભગવાન મહાવીરે પ્રશંસા કરી છે તે સાધુવર્ગ ધન્ના સાર્થવાહ કે જેણે છઠ્ઠના પારણે આયંબિલ કરી કાયાને એવી સૂકવી નાંખી કે તેમના હાડકાંનો અવાજ થતો. પરંતુ આજકાલ કેટલાક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org