________________
રૂઢિર્બલીયસી.
રૂઢિર્બલીયસી એટલે રૂઢિ બળવાન છે. કેટલીકવાર શાસ્ત્ર કરતાં રૂઢિનો મહિમા લોકોમાં સાચી કે ખોટી રીતે વધી જાય છે. આ સંદર્ભમાં આપણે આપણી કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિશે વિચાર કરીશું.
રાઈ તથા દેવસિક પ્રતિક્રમણમાં બોલાતી ત્રણ સુપ્રસિદ્ધ ગાથાઓ સ્પષ્ટીકરણ માટે અને લિપિબદ્ધ કરું છું. તે આમ છેઃ
આયરિય ઉવન્ઝાએ, સીસે સાહમેિએ કુલગણે આ જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ (૧). સવસ્સસમણ સંયરસ, ભગવઓ અંજલિ કરિઅ સીસે સવું ખમાવઇત્તા, ખમામિ સબરસ અર્થ પિ (૨) સદ્ગુસ્સજીબ્યુરાસિમ્સ, ભાવઓ ધમ્મ નિહિ. નિઅ ચિત્તો સવં ખમાવયિત્તા, ખમામિ સવ્યસ્સ અહય પિ (૩)
સા ત્રણે ગાથાનો ભાવાર્થ રજૂ કરી આગળ વધું. આચાર્ય, ઉપાધ્યાય, શિષ્યો, સાધર્મિકો, કુલ અને ગણ સંબંધી મેં જે કંઈ કષાયો કર્યા હોય તે હું ત્રણ પ્રકારે મન, વચન અને કાયાથી) ખમાવું છું.
સર્વ શ્રમણ સમુદાયના વર્ગને મસ્તકે અંજલિ કરી બધાને ખમાવીને હું પણ ખમાવું છું.
ભાવપૂર્વક ધર્મને હૃદયમાં પ્રસ્થાપિત કરીને સકળ જીવ સમુદાયને (૧૪ રાજલોકનો) ખમાવીને હું પણ સર્વને ખમું છું. ક્રોધાદિ કષાયોના ક્ષય માટે જ અપ્રતિક્રમણ છે. આ બંને પ્રતિક્રમણમાં આવતી આ ત્રણે ગાથાઓ અત્યંત સુંદર, ભાવવાહી તથા ખમાવીને ખમાવે તેમ ઇચ્છે છે, સૂચવે છે.
અત્યારના જમાનામાં મોટો વિશાળ સમુદાય પોતાને ઘોંઘાટમાં સમજાય કે ન સમજાય તો પણ સંવત્સરી પ્રતિક્રમણમાં આવીને પોતાને કૃતકૃત્ય તથા ધન્ય માને છે. વિશાલ સમુદાય હાથ ઊંચા કરી, ચારે દિશામાં માથું ફેરવી ઓળખીતા કે અપરિચિતને ઉદ્દેશી મિચ્છામિ દુક્કડ કરે છે. મુસલમાનો તથા ખ્રિસ્તી સમુદાય પણ આર્થિક સ્થળે ધાર્મિક ક્રિયા કરે છે અને તેમાં જરા પમ ઘોંઘાટ કે આડું અવળું જોયા વગર બધો સમુદાય શિસ્તબદ્ધ રીતે નમાજ પઢે છે. તેમાંનો મોટો સમુદાય અશિક્ષિત હોવા છતાં પણ શિસ્ત તથા મર્યાદા પ્રશંસનીય રીતે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org