________________
આત્મતત્વ
૨૦૯
કર્મસાંયોગિક લક્ષણ બાંધતાં સંસારી પર્યાયના જીવનું સ્વરૂપ જણાવતાં સ્પષ્ટ કહે છે -
“ય: કર્તા કર્મ ભેદાનાં ભોકતા કર્મ ફલસ્ય ચ |
સંસર્તા પરિનિર્ધાતા, સહ્યાત્મા નાન્ય લક્ષણઃ || જ્યારે સિદ્ધસ્વરૂપી, અર્મી સ્વરૂપ, અજન્મા સ્વરૂપ, અમર સ્વરૂપ જ તેનું સાચું સ્વરૂપ છે. જ્યારે જડ દ્રવ્ય પુદ્ગલ સંયોગી જીવની ઓળખ ક્યાં સુધી ઉચિત છે ? સસરાના નામે અથવા આમે જેમ સંસારમાં જમાઇની ઓળખ ખોટી છે; એમ જીવની પણ સંસારી અવસ્થાની ઓળખ સાચી નથી. તેની ઓળખ જ્ઞાનાદિ ગુણોના આધારે થવી જોઇએ. તેને સ્થાને કર્મસંયોગી ઓળખ ઉચિત નથી. અવાસ્તવિક છે. ચેતન એવો આત્મા પોતાનાથી સર્વથા વિરદ્ધધર્મી અજીવના જડ-પુદગલના આધારે ઓળખાય એ ખરેખર શરમજનક છે, ધૃણાસ્પદ છે. જીવ અનંત-શક્તિશાળી ચેતન હોવા છતાં પણ જડ એવા કર્મોના આધારે ઓળખાય એ કેટલી શરમજનક ઓળખાણ છે. ભગવાન મહાવીરના જન્માભિષેક પ્રસંગે ઇન્દ્રની શંકાને નિર્મળ કરવા પગનો અંગુઠો દબાવી કનકાદ્રિવ્રુગને અભિષેક વખતે હચમચાવ્યો હતો ને ! (કલ્પસૂત્રમાં પણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ પ્રસંગના વર્ણનમાં આ જ વાત વિસ્તૃત રીતે વર્ણવી છે.) સિંહનું બચ્યું જે બકરીના બચ્ચા તરીકે વર્તતું હતું તેણે
જ્યારે સાચી પરિસ્થિતિ જાણી ત્યારે ભાગીને સિંહના ટોળામાં કેવું શામેલ થયું હતું ! તેવી રીતે ૪ ઘાતી અને ૪ અઘાતી જ્ઞાનાવરણીયાદિથી આવરિત થયેલો આત્મા જ્યારે પુરુષાર્થ કરી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણાદિથી ગ્રંથભેદ કરી આગળ વધતાં અનિવૃત્તિકરણ અને સમકિત, જે ભવસાગરમાં પ્રાપ્ત કરવું રત્નોની જેમ દુર્લભ છે તે પામે તો વધુ માં વધુ અર્ધપગલપરાવર્તકાળમાં અથવા અંતર્મુહૂર્તમાં પોતાનું મૂળ, શુદ્ધ, શાશ્વત સ્વરૂપ મેળવી સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થાયી થઈ મૂળ સ્વરૂપે નિશ્ચિત થઈ સનાતન સમય સુધીનો વાસી બની જાય છે.
જડ ભોતિક, પોગલિક પદાર્થોમાં ચેતનાત્મા ગાઢ મિથ્યાત્વવશ ભવાભિનંદી કે પુદ્ગલાભિનંદી બની જતાં મૂછિત થઈ સિંહના બચ્ચાની જેમ હું બકરી છું તેવી (દયનીય)સ્થિતિ વાળો બની જાય છે. તે પુલને આધીન બની ગયો છે. લક્ષણ પણ તેવું જ બનાવી દીધું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org