________________ નિગોદ 289 સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવગાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે. આ રીતે ચોદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે “નિગોદછત્રીશી'માં કહ્યું છેઃ गोला य असंखिज्जा, हंति निगोया असंखया गोले / વિશે ય નિરોગો, ગંત નીવો મુળયો |12 || [ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું] નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે: (1) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને (2) બાદર સાધારણ વનસ્પતિકાય. આ બંનેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ હોય છે. એ રીતે ચાર ભેદ થાય છે: (1) સૂક્ષ્મ અપર્યાપ્તા નિગીદ, (2) સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ (3) બાદર અપર્યાપ્તા નિગોદ અને (4) બાદર પર્યાપ્તા નિગોદ. કહ્યું છેઃ एवं सहमणिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि / बायर णिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि / / સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયરૂપ નિગોદ ચોદ રાજલોકમાં એટલે કે સમગ્ર લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત છે. સર્વ લોકાકાશમાં એવું કોઈ સ્થળ નથી એટલે કે એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદ ન હોય. આ સૂક્ષ્મ નિગોદ નથી છેદાતી, નથી ભૂદાતી, નથી બળતી, નથી બાળતી, નથી ભીંજાતી કે નથી શોષાતી. બાદર સાધારણ કાયરૂપ નિગોદના જીવો સર્વત્ર નથી, પણ જ્યાં જ્યાં કાચું જળ છે, લીલ છે, ફૂગ છે અને જ્યાં જ્યાં કંદમૂળ આદિ રૂપે વનસ્પતિ છે ત્યાં ત્યાં બાદર નિગોદ છે. બાદર નિગોદ નિયતસ્થાનવર્તી છે. તે નિરાધારપણે રહી શકતી નથી. તે બાદર પૃથ્વીકાય વગેરે જીવના શરીરના આધારે રહે છે. આ રીતે બાદર નિગોદ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org