________________ 2 87. નિગોદ નિગદમાં આ અનંત જીવો પોતપોતાની જુદી જુદી જગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા નિગોદના એક શરીરમાં અનંત જીવો એક સાથે કેવી રીતે રહી શકે? તેના ઉત્તરમાં કહેવાયું છે કે બે અથવા વધુ પદાર્થો એકબીજાની અંદર રહી શકે છે. એ પ્રમાણે રહેવાની બે રીતિ છે. (1) અપ્રવેશ રીતિ અને (2) પ્રવેશ રીતિ અથવા સંક્રાન્ત રીતિ. એક દાબડીની અંદર બીજી દાબડી હોય અને એમાં ત્રીજી દાબડી હોય અને એ દાબડીમાં સોનાની એક વીંટી હોય, તો બહારથી જોતાં એક જ મોટી દાબડીમાં તે બધાં હોવા છતાં તેઓ એકબીજામાં સંકાન્ત નથી થયાં. પરંતુ એક દીવામાં બીજો દીવો ભળે અથવા એ રીતે પંદર પચીસ દીવા સાથે પ્રકાશે છે ત્યારે એક જ જ્યોતિમાં બીજી જ્યોતિ સંક્રાન્ત થઈને સમાઈ જાય છે. અથવા એક ઓરડામાં એક દીવો હોય અથવા પંદર પચીસ દીવા હોય તો તે બધાનો પ્રકાશ એકબીજામાં ભળી જાય છે. મતલબ કે એમાંથી કોઈ પણ એક દીવાને બહાર કાઢી લેવામાં આવે તો તે દીવો સ્વતંત્ર પ્રકાશવાળો પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય છે તો માતા અને બાળક બંનેની આત્મજ્યોતિ એટલા ભાગમાં પરસ્પર સંક્રાન્ત થયેલી હોય છે. રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દૃષ્ટિઓ માહોમાહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દૃષ્ટિઓ પરસ્પર ભળી જાય છે. બીજું એક ઉદાહરણ લોઢાના ગોળાનું લઈ શકાય. એને તપાવવામાં આવે અને તે લાલચોલ થાય ત્યારે અગ્નિ એનામાં સંક્રાન્ત થઈને રહેલો હોય છે. એવી રીતે નિગોદના એક શરીરમાં અનંત જીવોની આત્મજ્યોતિ એકબીજામાં ભળીને રહેલી હોય છે. એક નિગોદમાં અનંત જીવો હોય છે એટલું જ નહિ એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદો ઠાંસી ઠાંસીને ભરેલી છે એમ કહેવાય છે. જે અને જેટલા આકાશપ્રદેશો એક નિગોદે અવગાહ્યા હોય તે જ અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org