________________ નિગોદ 297 એકથી અમુક આંકડા (Digit) સુધીની રકમને “સંખ્યાત” કહેવામાં આવે છે. એનો વ્યવહાર એક રીતનો હોય છે, જેમકે પાંચમા પાંચ ઉમેરીએ તો દસ થાય. પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શુન્ય આવે. પાંચને પાંચે ગુણીએ તો પચ્ચીસ થાય અને પાંચ પાંચે ભાગીએ તો જવાબ “એક આવે. પરંતુ અસંખ્યાતમાંથી અસંખ્યાત બાદ કરો તો પણ અસંખ્યાત જ રહે. અસંખ્યાતમાં અસંખ્યાત ઉમેરો તો પણ અસંખ્યાત જ થાય. અસંખ્યાત ક્યારેય અસંખ્યાત મટી સંખ્યાત ન થાય. તેવી જ રીતે અનંતમાંથી અનંત બાદ કરો તો શૂન્ય નહિ, પણ અનંત જ 22. (Infinity-Infinity=Infinity) atid 01934124id 421942 atid 414. (Infinity x Infinity=Infinity) એટલા માટે અવ્યવહારરાશિ નિગોદ ક્યારેય અનંત મટીને અસંખ્યાત થાય નહિ. (જો અસંખ્યાત થાય તો પછી અસંખ્યાતમાંથી સંખ્યાત પણ થઈ શકે અને સંખ્યાતમાંથી શૂન્ય પણ થઈ શકે.) એટલે અવ્યવહાર રાશિ નિગોદ અનાદિ-અનંત છે અને અનાદિ-અનંત જ રહેશે. સિદ્ધગતિના જીવો અનંત છે તો પણ નિગોદના અનંતમા ભાગ જેટલા જ રહેશે. એટલા માટે “ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત” એવી ઉક્તિ પ્રચલિત બની ગયેલી છે. નિગોદમાંથી નીકળેલો જીવ પાછો નિગોદમાં ન જાય એવું નથી. જે જીવનાં તેવા પ્રકારનાં કર્મ હોય તો તે પાછો નિગોદમાં જાય છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઇને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને “ચતુર્ગતિ નિગોદ' કહેવામાં આવે છે. નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગ્દષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકેથી ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાનકેથી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદમાં ચાલ્યા જાય છે. ફરી પાછું એમને ઉધ્વરોહણ કરવાનું રહે છે. અલબત્ત, તેમના સંસારપરિભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. તેઓ અર્ધપુદ્ગલ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org