________________ 306 જૈન ધર્મના પુષ્પગુચ્છ કાળા વર્ણ કરતાં પણ વધારે કાળી હોય છે. નીલ ગ્લેશ્યા અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, વૈડૂર્ય નીલમણિ, પોપટની પાંખ, કબૂતરની ડોક વગેરેના નીલ રંગ કરતાં વધુ નીલ વર્ણવાળી હોય છે. કાપોત લેશ્યા કબૂતરની ડોક, કોયલની પાંખ, અળશીનાં ફૂલ વગેરેના વર્ણ જેવી, કાલલોહિત વર્ણવાળી હોય છે. તે જોવેશ્યા લોહી, બાલસૂર્ય, ઇન્દ્રગોપ, હિંગળો, પોપટની ચાંચ, દીપશિખા, લાખ વગેરેના વર્ણ જેવી હોય છે. પાલેશ્યા ચંપાનું ફૂલ, હળદર, હડતાલ, સુવર્ણ, વાસુદેવનું વસ્ત્ર વગેરેના વર્ણ જેવી હોય છે. શુકલેશ્યા શંખ, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર, રૂપાનો હાર, શરદ ઋતુની વાદળી, ચંદ્ર વગેરેના વર્ણ જેવી હોય છે. આમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાનો વર્ણ અપ્રીતિકર, અમનોજ્ઞ હોય છે. ત્રણ શુભ લેશ્યાનો વર્ણ પ્રીતિકર અને મનોજ્ઞ હોય છે. માણસના કે અન્ય જીવના શરીરની ચામડીના જે રંગો છે તે દ્રવ્ય લશ્યાને કારણે છે એમ ન સમજવું. એ રંગો નામકર્મ પ્રમાણે હોય છે અને તે પૂલ દૃષ્ટિથી નિહાળી શકાય છે. દ્રવ્ય લશ્યાનાં પરમાણુ સૂક્ષ્મ હોય છે. આથી જ કોઈક ગોરો માણસ ઘાતકી હોઈ શકે છે અને એની કૃષ્ણ વેશ્યા સંભવી શકે છે. તેવી જ રીતે કોઈ માણસ તદ્દન શ્યામ હોય અને છતાં એ પવિત્ર, જ્ઞાની, શુભ લેશ્યાવાળો હોઈ શકે છે. આપણાં તીર્થકરો રાતા વર્ણના, નીલ વર્ણના, કંચન વર્ણના હતા. એટલે દેહવર્ણ અને વેશ્યાવર્ણ એ બે જુદા છે. દ્રવ્ય લશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર લક્ષણમાંથી વર્ણ મનુષ્યના મનને અને શરીરને વધુ પ્રભાવિત કરે છે. એટલે વેશ્યાવર્ણનો પ્રભાવ દેહવર્ણ પર પડે તીવ્ર અશુભ લેશ્યાવાળા માણસોની પાસે બેસતાં વાતાવરણ બહુ તંગ લાગે છે. ક્યારેક કોઈ ક્રોધી માણસના ક્રોધની એવી અસર થાય છે કે શાન્ત સ્વભાવનો સામો માણસ પણ ઉશ્કેરાઈને ક્રોધ કરવા લાગે છે. બીજી બાજુ ર્તીર્થંકર પરમાત્માની, કેવલી ભગવંતોની અને કેટલાક પવિત્ર મહાત્માઓની શકલ લેગ્યા એવી પ્રબળ હોય છે કે એમની સાથે તકરાર કરવાના આશયથી આપેલા માણસો કે પરસ્પર વેરવિરોધવાળા જીવો એમને જોતાં જ શાન્ત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org