________________ 30 2 જૈન ધર્મના પુષ્પગુચ્છ મહાભારતમાં વર્ણ (રંગ) અનુસાર જીવના છ વિભાગ પાડવામાં આવ્યા છેઃ આ છ વર્ણ છે-કૃષ્ણ, ધૂમ્ર, નીલ, રક્ત, હારિદ્ર તથા શુકલ. એમાં કૃષ્ણ વર્ણવાળા જીવ ઓછામાં ઓછું સુખ પામે છે. ધૂમ્ર વર્ણવાળા જીવો એનાથી કંઇક અધિક તથા નીલ વર્ણવાળા મધ્યમ સુખ પામે છે. રક્ત વર્ણવાળા સુખ-દુઃખ સહન કરવાને યોગ્ય હોય છે. હારિદ્ર (પીળા) વર્ણવાળા સુખી હોય છે અને શુકલ વર્ણવાળા પરમ સુખી હોય છે. આ શ્લોકની ટીકામાં કહ્યું છે કે જ્યારે તમોગુણની અધિકતા, સત્ત્વગુણની ન્યૂનતા અને રજોગુણની સમ અવસ્થા હોય ત્યારે કૃષ્ણ વર્ણ હોય છે. આ રીતે એક ગુણની અધિકતા, બીજા ગુણની સમ અવસ્થા અને ત્રીજા ગુણની ન્યૂનતા હોય તો તે પ્રમાણે જીવના જુદા જુદા વર્ણ થાય છે. શુકલ વર્ણમાં તમોગુણની ન્યૂનતા, રજોગુણની સમ અવસ્થા અને સત્ત્વગુણની અધિકતા હોય છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે ચિત્તના કૃષ્ણ, અકૃષ્ણ-અશુકલ અને શુકલ એમ ત્રણ પ્રકાર છે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં અને બૌદ્ધ ધર્મમાં વેશ્યાને માટે “અભિજાતિ' શબ્દ પ્રયોજાયો છે. બોદ્ધોના “અંગુત્તરનિકાય' ગ્રંથમાં શિષ્ય આનંદ પૂરણકશ્યપનો સંદર્ભ આપીને ભગવાન બુદ્ધને કહે છે કે “ભદન્ત! પૂરણકશ્યપે કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, શુકલ તથા પરમ શુકલ એવા વર્ણવાળી છ અભિજાતિઓ કહી છે; જેમ કે ખાટકી, પારધિ વગેરે માણસોની અભિજાતિ કૃષ્ણ વર્ણની કહી છે.” જૈન ધર્મમાં શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન મહાવીર સ્વામી કહે છે કે વેશ્યાઓ છ પ્રકારની कइ णं भन्ते. लेस्साओ पन्नत्ताओ ! गोयमा ! छलेस्साओ पनत्ताओ, तं जहाकण्ह लेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा। હિં ભગવાન, વેશ્યાઓ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ, વેશ્યાઓ છે પ્રકારની છે, તે આ પ્રમાણે : (1) કૃષ્ણ વેશ્યા, (2) નીલ વેશ્યા, (3) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org