________________ 2 9o જૈન ધર્મના પુષ્પગુચ્છ નિગોદના જીવોને બીજા બે પ્રકારે પણ ઓળખાવાય છે. તે છે અવ્યવહારરાશિ” નિગોદ અને વ્યવહારરાશિ” નિગોદ એમાં “વ્યવહાર' અને “અવ્યવહાર' શબ્દ એના અર્થ પ્રમાણે પ્રયોજાયા છે. સૂક્ષ્મ વનસ્પતિકાયમાંથી નીકળેલા જે જીવોનો પછીથી બાદર’ નામે, પૃથ્વીકાયાદિ નામે વ્યવહાર થાય છે તે વ્યવહારરાશિના જીવો છે અને જે જીવો સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ અનાદિ કાળથી જન્મમરણ કર્યા કરે છે અને હજુ બાકર નામનો વ્યવહાર પામ્યા નથી તે જીવોને અવ્યવહાર રાશિના જીવો તરીકે ઓળખવામાં આવે છે, તેઓને “અનાદિ નિગોદ', “સૂક્ષ્મ નિગોદ', નિત્ય નિગોદ', 'નિશ્ચય નિગોદ' ઇત્યાદિ તરીકે પણ ઓળખાવાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો સૂક્ષ્મ વનસ્પતિપણામાંથી બહાર નીકળ્યા હોવાથી તેઓ અવ્યવહાર રાશિના નથી, પરંતુ જે જીવો અનાદિ કાળથી સૂમ વનસ્પતિકાયમાં કે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં વારંવાર ઉત્પન્ન થયા કરતા રહ્યા હોય અને અનાદિ કાળથી જે જીવોએ બાદરપણું ક્યારેય પ્રાપ્ત ન કર્યું હોય એવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિના જીવોને અવ્યવહારરાશિના ગણવા કે કેમ તે વિશે મતાન્તર છે. જે જીવો અનાદિ કાળથી માત્ર સૂક્ષ્મ વનસ્પતિ રૂપે જ જન્મમરણ કર્યા કરે છે અને ક્યારે ય બાદરપણું પ્રાપ્ત કર્યું નથી કે કરવાના નથી તેવા અવ્યવહાર રાશિના જીવોનો સતત આયુષ્યકાળ અનાદિ-અનંત છે. વ્યવહાર રાશિના નિગોદના જીવોનો આવો ઉત્કૃષ્ટ કાળ અનાદિ-સાન્ત અથવા સાદિ-સાન્ત નિગોદના જે જીવોએ એક વાર પણ બાદરપણું પ્રાપ્ત કર્યું હોય અને વ્યવહારરાશિમાં આવ્યા હોય, પરંતુ પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય તો પણ તે વ્યવહારરાશિના જીવો ગણાય છે. સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવોનું શરીર પ્રમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટથી શરીર કંઈક અધિક હોય છે. એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી ઓછી અને પર્યાપ્ત બાદર નિગોદની અવગાહના સૌથી વધુ હોય છે. સૂક્ષ્મ નિગોદ આપણને નરી નજરે દેખાતી નથી. તેવી રીતે બાદર નિગોદ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org