________________
આત્મતત્વ
૨ ૧૯
ભગવાન માન્યા છે જે પામરાત્મામાંથી પરમાત્મા બન્યા છે. તેઓ વીતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત છે. જેથી ફરીથી સંસારમાં આવવાપણું રહેતું નથી. આમ આ દર્શને પ્રક્રિયા દ્વારા અનેક આત્મા પરમાત્મા બની શકે તેમ પ્રતિપાદિત કર્યું છે. અત્રે અવતારવાદને સ્થાન નથી. તેમની પરમાત્મા બનવાની પણ ઇજારાશાહી નથી. સંસારના ત્યાગી નિસ્પૃહી પરમાત્માને યુદ્ધ વગેરે કરવાનું ન હોવાથી આયુધાદિ ધારણ કરતા નથી તેમ જ નિઃસ્પૃહી હોઈ લીલા કરવાનો પ્રશ્ન જ નથી. જેન ધર્મ અવતારવાદમાં માનતો ન હોવાથી વિવિધ અવતાર ધારણ કરવાની વાત જ અસ્થાને છે. વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, પુરાણો વગેરે અનેકાત્મક ધર્મ ગ્રંથોમાં ભગવાન બનવાની પ્રક્રિયા જ નથી કેમકે અહીં અવતારવાદો સ્વીકાર્યા છે જે માટે સામાન્ય મનુષ્યો માટેના દ્વાર જ બંધ છે.
આનાથી ઊછું તીર્થકરોનો સાધનાનો કાળ છદ્માવસ્થાનો છે. આનાથી ઊછું તીર્થકરોનો સાધનાનો કાળ છદ્ભાવસ્થાનાં છે. પ્રભુ સૌને ધારણ કરે છે. તપ-તપશ્ચર્યાદિ કરી, વિહાર કરે છે, ઉપસર્ગો સહી કર્મ-નિર્જરા કરે છે. અદ્ભુત સાધનાઓ મહિનાઓ અથવા વર્ષો સુધી કરે છે. ઘનઘાતી કર્મો ખપાવી સંપૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન, દર્શન, અનંતવીર્ય શક્તિ પ્રાપ્ત કરી મૌન તોડે છે. જગતના જીવો સમક્ષ દેશના આપે છે જે દેવતાઓએ બનાવેલા સમવસરણમાં આપે છે જેમાં સર્વપ્રથમ ગણધરો સમક્ષ “ઉત્પાદવ્યય-ધ્રૌવ્યની ત્રિપદ'ની પ્રરૂપણા કરે છે. આ સિદ્ધાન્ત અકાર્ય, શાશ્વત જે ત્રણે કાળમાં પરમ સત્ય સ્વરૂપે છે. “સર્વ-જાનાતીતિ સર્વજ્ઞઃ” સર્વ જાણે છે, અનંત જ્ઞાની છે. લોકાલોક વ્યાપી જ્ઞાન ધરાવે છે. જે સર્વજ્ઞ હોય તે અંશ માત્ર પણ અસમ્યક કે અસત્ય બોલે નહીં. અષ્ટાદશ દોષરહિતો જિનઃ” ૧૮ દોષોથી રહિત જિનેશ્વર ભગવંતો હોય છે. ૩૪ અતિશયો અને વાણીના ૩૫ ગુણોથી વિભૂષિત હોય છે. તેઓ અરિહંત કહેવાય છે. ૮ કર્મોમાંથી ૪ ઘનઘાતી કર્મોનો ક્ષય કરી સર્વજ્ઞ, સર્વદર્શી, કેવલી, વીતરાગી, અનંત શક્તિ સામર્થના સ્વામી હવે ૪ શેષ અઘાતી (આત્માના ગુણોનો નાશ ન કરનારા) આયુષ્યાદિ બાકી હોવાથી દેહધારી, સદેહી અવસ્થામાં વિચરતા પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલા તીર્થ કર નામકર્મનો રસોદય થતાં તીર્થની સ્થાપના કરનારાને તીર્થકર કહેવાય છે. પરમાત્માનું આવું સુવિશુદ્ધ સ્વરૂપ બીજા કોઈ ધર્મમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org