________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૮૨
છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એ રીતે જાપ કરવાનો એકાન્તે નિષેધ નથી. લૌકિક જીવનમાં સૌભાગ્ય, શાન્તિ ઇત્યાદિ માટે ૐ સાથે જાપ થઈ શકે છે. કેવળ મોક્ષાભિલાષી માટે એની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ના આઠમા પ્રકાશમાં કહ્યું છે :
मंत्र: प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः ।
ध्येय प्रणवहीनस्तु निर्णाणपदकांक्षिभिः ।।
અર્થાત્ લોકસંબંધી ફળની ઈચ્છાવાળાઓએ આગળ પ્રણવમંત્ર-કાર સહિત ધ્યાન ધરવું, પરંતુ નિર્વાણ પદના અર્થીઓએ પ્રણવરહિત-એટલે કે ૐૐ કાર વગર ધ્યાન ધરવું.
શ્રી મેરુતુંગાચાર્યે ‘સૂરિમંત્ર'ના અષ્ટવિદ્યાધિકારમાં પણ કહ્યું છેઃ प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्यं जनयति । प्रणवं विना नमो इति मोक्षबीजम् ।
અર્થાત્ પ્રણવ મંત્ર ૐૐ સાથે જોડાયેલા નમસ્કારનાં સર્વ પદો ઈષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે, એટલે કે ઈષ્ટ ફળ આપે છે. પ્રણવ વિનાનો નમસ્કાર ‘મોક્ષબીજ’
છે.
આમ નમો પદનો, નમસ્કારનો મહિમા ઘણો મોટો છે. ‘ગંધર્વતંત્ર'માં નમસ્કારનો મહિમા નીચે પ્રમાણે બતાવ્યો છે.
देवमानुषगंधर्वाः यक्षराक्षसपन्नगाः ।
नमस्कारेण तुष्यन्ति महात्मानः समन्ततः ।। नमस्कारेण लभते चतुवर्ग महोदयम् । सर्वत्र सर्व सिद्धयर्थं नतिरेका प्रवर्तते I
त्या विजयते लोकान् नत्या धर्म प्रवर्तते । नमस्कारेण दीर्घायुरछिन्ना लभते प्रजाः ।।
અર્થાત્ દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, પન્નગ (નાગ) અને મહાત્માઓ નમસ્કારથી મહાન ઉદય-(ઉન્નતિ) કરનાર એવા ચતુવર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. સર્વત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જ પ્રવર્તે છે. નમસ્કાર કરવાથી લોક જિતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે અને નમસ્કારથી પ્રજા રોગરહિત દીર્ઘાયુષ્ય મેળવે છે.
નમો માટે એટલે કે નમસ્કાર માટે વિવિધ પ્રકારની ઉપમાઓ કે રૂપકો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org