________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૨૦૧
અનુષ્ઠાન આવી જાય છે. નમો પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થૂર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે.
નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છેઃ
તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ, ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો.
અહીં અમૃતક્રિયાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે-તગત ચિત્ત, સમયવિધાનધર્માનુષ્ઠાન, ભાવની વૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલક, પ્રમોદ ઇત્યાદિ નમો પદ સાથે જ્યારે ગહનતામાં અનુભવાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે નો પદમાં અમૃતક્રિયાનો અનુભવ કરાવવાનું સામર્થ્ય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે, ‘નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પૂલ બાંધવાની ક્રિયા છે. ‘નમો’ એ પૂલ છે, સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે. અને અભેદભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી, અભેદભાવ સુધી પહોંચવાનું કાર્ય ‘નમો’ ભાવરૂપી સેતુ કરે છે. તેને ‘અમાત્ર’ પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને, આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે.’
‘નમો’ પદના જાપથી ચિત્તની અશાંતિ દૂર થાય છે. જ્યાં રાગ છે ત્યાં અશાન્તિ છે. જીવ રાગદ્વેષમાં ફસાયેલો છે. એમાં પણ રાગને એ સરળતાથી ત્યજી શકતો નથી. પરંતુ એક વખત એને પંચ પરમેષ્ઠિ પ્રત્યે અનુરાગ જન્મે છે અને વૃદ્ધિ પામે છે એટલે સાંસારિક રાગનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ રાગનો ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તમાંથી અશાંતિ દૂર થાય છે. આમ ‘નમો’ પદનો જાપ શાન્તિપ્રેરક છે.
નમો પદનો અથવા નમો અરિહંતાણં નો જાપ, આગળ પ્રણવ મંત્ર ૐ જોડીને ૐ નમો અરિહંતાણં એ પ્રમાણે કરી શકાય કે કેમ એ વિશે કેટલાકને પ્રશ્ન થાય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org