________________
૨૮૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ વર્તમાનનો સં વર કાયોત્સર્ગ રૂપ છે અને આગામીનું પ્રત્યાખ્યાન પચ્ચકખાણારૂપ છે. “નમો' મંત્ર વડે આ રીતે છએ આવશ્યકોની ભાવથી આરાધના થાય છે.”
નમો માં નવપદનું ધ્યાન રહેલું છે. નવપદમાં પંચ પરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર હોય છે. આ નવે પદની સાથે “નમો’ પદ જોડાતાં વિશિષ્ટ ભાવજગત ઉત્પન્ન થાય છે.
નમો અરિહંતાણ” માં “નમો પદ અરિહંત ભગવાન સાથે જોડાયેલું છે. અરિહંત ભગવાનને નમસ્કારના ભાવ સાથે અને એમના ધ્યાન વડે મોક્ષનું લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નમો માં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, “અરિહંત પદ સાથે નો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઈચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યગુ દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એકતા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.”
આ રીતે નમો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્મભાવ)માંથી છોડાવી, બિંદુનવકરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર (પરમાત્મભાવ)માં સ્થાપનારું થાય છે.”
જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે “નમો’ માં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે.
નમો’ પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org