________________
૨ ૨૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ ન હોવાથી જૈન દર્શનની આ વિશેષતા છે.
વળી સંસારના સુખદુઃખની લગામ પોતાના હાથમાં નથી રાખતા, ધર્મીને તારવા તથા અધર્મીઓનો સંહાર કરવાની કોઈ જવાબદારી નથી રાખી, તેમજ સૃષ્ટિનું સર્જન, વિસર્જન, પ્રલયાદિ પણ તેમના માથે નથી. જૈનદર્શનમાં આત્મા જ, પરમાત્મા બને છે. કોઈ પણ સંસારનો ભવ્યાત્મા કર્મક્ષયની પ્રક્રિયા દ્વારા પરમાત્મા બને છે. સર્વજ્ઞ પ્રણીત જૈન શાસન પ્રમાણે સંસારમાં અનંતાનંત જીવસૃષ્ટિ છે. આજે જે સૂક્ષ્મ દેખાતાં હોય, સ્થૂલ હોય તેઓ કર્માનુસારે યોનિયોમાં જન્મ ધારણ કરે છે. તેવા પ્રકારના કર્માનુસાર આત્મિક વિકાસ સાધતાં સાધતાં મનુષ્ય જન્મમાં અવતાર ધારણ કરી સર્વજ્ઞ પ્રણીત ધર્મ પામી, આચરણમાં ઉતારી રાગ-દ્વેષાદિ અરિઓના હનનની ક્રિયા દ્વારા શત્રુ રૂપ કર્મોનો ક્ષય કરતાં કરતાં સર્વ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામી મોક્ષે પહોંચી સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની જાય છે. સિદ્ધપદ એ પરમાત્માનું પદ છે. સિદ્ધપદ પણ પરમાત્માનું પદ છે; જ્યારે અરિહંત સદેહી પરમાત્મા છે. જેમણે જન્મ ધારણ કરી ધરતી પર વિચરતા હોઈ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
કેવલી ભગવંત ચારેય ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાની થયા બાદ આયુષ્ય કર્મ સહિત શેખ ચારેય અઘાતી કર્મોને સહજયોગે ખપાવે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન-પૂર્વકોટિ વર્ષનો હોય છે. જિન કેવલી કે તીર્થકરનું આયુષ્ય જેટલું લાંબુ તેટલું તે ક્ષેત્રના તે લોકોનો પુણ્યોદય ! જે સાધનાત્માને તીર્થકર નામ કર્મનો બંધ છે તેને કેવળજ્ઞાન થયા પછી જ એ કર્મ વિપાકોદયમાં આવે છે. અને તીર્થસ્થાપના કરે છે. તેઓ અષ્ટપ્રાતિહાર્ટાદિ સહિતના સમવસરણાદિના પૂજ્ય, પવિત્ર અહંને પામે છે. એવાં તીર્થકરો જિન કેવલિ કહેવાય છે. તેઓ વિશેષમાં ૩૪ અતિશયોથી પ્રભાવક છે. ૩૫ ગુણોવાળી વાણીથી અલંકૃત હોઈ મોક્ષમાર્ગ પ્રસ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષપ્રદાયક, જાગતિક પ્રાકૃતબલ નિયામક જગત ઉપકારક છે; જગદીશ છે. જ્યારે અન્ય કેવલી સામાન્ય કેવલી કહેવાય છે. ૧૪ પૂર્વો તથા આગમિક શાસ્ત્રના અધ્યયન કરી અધ્યાપન કરાવનારાને શ્રુતકેવલિ કહેવાય છે.
કેવલિ ભગવંતો અઢી દ્વિમમાં જ્યાં કૃષિ અસિ મસિ છે તેવાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં જ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, વિહરમાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org