________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૨૪૫ કર્મોને આધારે થાય છે. અષ્ટમંગલ તો એમાં નિમિત્ત માત્ર છે. ધારો કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવવા માટે બે તેજસ્વી વિદ્યાર્થીઓએ અષ્ટમંગલની પૂજા કરી, તો બેમાંથી એક જ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવશે, બીજો નહિ. અદાલતમાં કેસ ચાલતો હોય અને વાદી તથા પ્રતિવાદી બંનેએ અષ્ટમંગલનાં દર્શન કર્યા હોય તો બેમાંથી એક કેસ જીતી જશે, અને બીજો હારી જશે. એનો અર્થ એ છે કે અષ્ટમંગલથી ઇષ્ટ ફલની પ્રાપ્તિ થશે જ એવું અનિવાર્ય નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે અષ્ટમંગલની પૂજાની આવશ્યકતા નથી અથવા એની અવગણના કરવી, પણ અષ્ટમંગલ સર્વસ્વ છે એમ ન માનતાં એની સાથે શુભાશુભ કર્મ પણ જોડાયેલાં છે એમ સમજવું જોઇએ. છ ખંડના ધણી સુભૂમ ચક્રવર્તીએ સાતમો ખંડ ઉપર જીત મેળવવા માટે અષ્ટમંગલનાં બહુ ભાવથી દર્શન કર્યા હતાં અને દહીં વગેરે મંગલ શુકનવંત દ્રવ્યો આરોગ્યાં હતાં, તેમ છતાં એ સાતમા ખંડને જીતી ન શક્યો અને સમુદ્રમાં ડૂબીને મરી ગયો અને નરક ગયો.
આ અષ્ટમંગલની પૂજા જીવને ભૌતિક સુખો તરફ ન આકર્ષતાં, મોક્ષમાર્ગ તરફ લઇ જાય તો એની વધુ સાર્થકતા ગણાય. એટલે પ્રસ્થાન કે સફર, નિર્વિઘ્ન પૂર્ણાહુતિના પ્રતીત તરીકે એની પૂજા કરવા સાથે મોક્ષમાર્ગમાં એ આલંબન બની રહે, શુદ્ધ આત્મસ્વરૂપની સન્મુખ થવામાં અને એમાં સ્થિરતા મેળવવામાં એ સહાયભૂત બને એ વધુ જરૂરી છે.
મહામંગલ : “અષ્ટમંગલ'માં જે આઠ મંગલાકૃતિઓ છે તે ભૌતિક અને આધ્યાત્મિક ઉભયરૂપે સહાયભૂત છે. પરંતુ આ આઠ મંગલ કરતાં ચડિયાતાં મંગલમહામંગલ તે આધ્યાત્મિક મંગલ છે. એટલા માટે આ આધ્યાત્મિક મંગલોને જીવનમાં વધુ ચડિયાતું સ્થાન આપવું ઘટે.
નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિ–અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચ વખત નમસ્કારને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ તરીકે ઓળખાવવમાં આવ્યા છે. પંચપરમેષ્ઠિને વંદન-નમસ્કાર એ સર્વોચ્ચ મંગલ છે. એટલે જ નવકારમંત્રનું છેલ્લું પદ છે :
મંગલાણાં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ તે દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org