________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૫૮
પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩૨ ગુણ તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઇએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. ‘દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છેઃ
अट्ठविहा गणिपया पण्णत्ता, तं जहा
(૧) આયારસંપયા, (૨) સુયસંપયા, (૩) સરીરસંપયા, (૪) વયળસંપયા, (૫) વાયસંપવા, (૬) મÉપયા, (૭) ૫ગોળસંપયા (૮) સંપન્નાસંપયા.
ગણિસંપદા અથવા આચાર્યસંપદા આઠ પ્રકારની છેઃ (૧) આચારસંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા અને (૮) સંગ્રહપરિક્ષાસંપદા.
૧. આચારસંપદા-પરમાત્માના શાસનમાં આચારનું મહત્ત્વ ઘણું બધું છે. તપ, ત્યાગ, સંયમ ઇત્યાદિથી જ ધર્મના ક્ષેત્રે વ્યક્તિનો પ્રભાવ પડે છે. જે ગુરુ આચારસંપન્ન હોય તેને જ જો આચાર્યપદ સોંપવામાં આવે તો તે પોતાના આશ્રિત ઉપાધ્યાય, સાધુ વગેરેનો સમુદાય આચારસંપન્ન બનાવે. આચારસંપદાના ચાર મુખ્ય ભેદ છેઃ (૧) આચાર્ય પોતે સંયમમાં દૃઢ હોય અને નિત્ય અપ્રમત્ત હોય, (૨) આચાર્ય પોતે ગર્વ કે અહંકારથી રહિત હોય. પોતાના તપસ્વીપણાનો, જ્ઞાનનો, બહુશ્રુતતાનો, ઊંચી જાતિનો, સુંદર મુખમુદ્રાનો, યશકીર્તિનો, વિશાલ શિષ્યસમુદાય કે ભક્તવર્ગનો આચાર્યને મદ ન થવો જોઇએ, (૩) આચાર્ય અપ્રતિબદ્ધવિહારી હોવા જોઇએ. તેમને ક્ષેત્ર, કાળ વગેરેનું કોઈ બંધન ન હોવું જોઇએ. અમુક વ્યક્તિ સાથે ફાવે અને અમુક સાથે નહિ એવું પણ ન હોવું જોઇએ. તેઓ અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પર હોવા જોઇએ. તેઓ પરાધીન ન હોય. તેઓ રાગદ્વેષથી મુક્ત હોય, (૪) આચાર્ય મહારાજ નિભૃત સ્વભાવવાળા એટલે પુખ્ત, ગંભીર, અને પ્રસન્ન સ્વભાવના હોવા જોઇએ. તેઓ ચંચળ નહિ પણ પરિપક્વ અને ઉદાસીન એટલે સમતાવાળા હોવા જોઇએ.
૨. શ્રુતસંપદા—આચાર્ય જ્ઞાનવાન જોઇએ. તેઓ સમુદાયના, સંઘના અગ્રેસર છે. તેઓ ગચ્છના નાયક કે ગચ્છાધિપતિના સ્થાને હોય છે. તેઓ જો શાસ્ત્રના જાણકાર ન હોય, બીજાની શંકાઓનું સમાધાન ન કરાવી શકે તો નાયક તરીકે તે તેમની ત્રુટિ ગણાય. આચાર્યમાં શ્રુતસંપદા ચાર પ્રકારની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org