________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૨૭૭. છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તે વિનયનું બીજ છે. મંત્ર શાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શોધનબીજ હોવાથી શરીર અને મનની શુદ્ધિ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો પદ શાન્તિક કર્મ અને પૌષ્ટિક કર્મનો સિદ્ધ કરનાર છે. એટલે નમો પદ જોડીને જે કોઈ મંત્ર કે સૂત્ર ઉચ્ચારીને આરાધના થાય તો તે શાન્તિ અને પુષ્ટિ આપનાર ગણાય છે.
તંત્રશાસ્ત્ર પ્રમાણે નમસ્કારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. તેમાં એક અપેક્ષાએ કાયિક નમસ્કાર ઉત્તમ પ્રકારનો, માનસિક નમસ્કાર મધ્યમ પ્રકારનો અને વાચિક નમસ્કાર અધમ પ્રકારનો મનાય છે. તંત્રશાસ્ત્રમાં નમસ્કારનાં લક્ષણો બતાવતાં કહેવાયું છેઃ त्रिकोणमय षट्कोणमर्द्धचन्द्रं प्रदक्षिणम् ।
दण्डमष्टांगमुग्रं च सप्तधा नतिलक्षणम् ।। (૧) ત્રિકોણ, (૨) પકોણ, (૩) અર્ધચંદ્ર, (૪) પ્રદક્ષિણ, (૫) દંડ, (૬) અષ્ટાંગ અને (૭) ઉગ્ર એમ નમસ્કારના સાત પ્રકારનાં લક્ષણ છે. આમાં કેવા પ્રકારનો નમસ્કાર કયા દેવ કે દેવીને કયા સમયે કરવો તેનું વિધાન આપવામાં આવ્યું છે.
નમો પદથી અરિહંતાદિ તરફ જે ભાવ ઉત્પન્ન થાય છે, ભાવના થાય છે એથી બાહ્ય વિષયોનું આકર્ષણ ઘટે છે. એથી બહિરાત્મભાવ ક્રમે ક્રમે મંદ થાય છે, ટળે છે અને અંતરાત્મભાવ વૃદ્ધિ પામે છે. પુગલ પ્રત્યેની આસક્તિ ઘટે છે અને ચૈતન્ય પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય છે. જેમ ભૂખ લાગી હોય અને ભોજન મળતાં યુધાની નિવૃત્તિ થાય છે, ખાધાનો સંતોષ અને આનંદ થાય છે અને ભોજનથી શરીરની પુષ્ટિવૃદ્ધિ થાય છે તેવી રીતે નમસ્કારની ભાવનાથી બહિરાત્મભાવની નિવૃત્તિ થાય છે, અંતરાત્મભાવનો આનંદ થાય છે અને પરમાત્મભાવની પુષ્ટિવૃદ્ધિ થાય છે.
નમો’ પદ દાયિક ભાવોનો ત્યાગ કરાવી, ક્ષયોપશમભાવ તરફ લઈ જાય છે. મમત્વનો ત્યાગ કરાવીને એ સમત્વ તરફ લઈ જાય છે. એ મિથ્યાત્વનો ત્યાગ કરાવી સમ્યગુદર્શન તરફ લઈ જાય છે. એ મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડે છે. નમો પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઈ જાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org