________________
તિથિરિમો પૂર-આચાર્યપદનો આદર્શ થાય છે ત્યારે જુદી જુદી રીતે છત્રીસ ગુણ ગણાવવામાં આવે છે. એ રીતે છત્રીસ પ્રકારની છત્રીસી બતાવવામાં આવે છે. એ બધા ગુણોની ગણતરી કરીએ તો ૩૬૮૩૬ એટલે ૧૨૯૬ ગુણ આચાર્ય મહારાજના થાય. શ્રી પદ્મવિજય મહારાજે લખ્યું છેઃ
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે;
છત્રીશ છત્રીશી ગુણો, શોભિત સમયમાં દાખ્યા રે. શ્રી લક્ષ્મીસૂરિ મહારાજે “વીસ સ્થાનકની પૂજા'માં આચાર્ય પદનો મહિમા ગાતાં કહ્યું છેઃ
બારસે છવું ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહંતા;
આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લચંતા આમ પૂર્વાચાર્યોએ છત્રીસ છત્રીસી બતાવી છે. “ગુરુગુણષત્રિશિંતસિંશિકા' નામના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે બતાવવામાં આવ્યું છે. શ્રી ભુવનભાનુસૂરિએ નવપદ વાચના” નામના પોતાના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી નીચે પ્રમાણે આપી છે. (એમાં સંક્ષેપ ખાતર માત્ર નામોલ્લેખ કર્યો છે એટલે જે ગુણ હોય તે ગ્રહણ કરવાના હોય અને દોષથી મુક્ત થવાનું હોય.).
(૧) ૪ દેશના, ૪ કથા, ૪ ધર્મ, ૪ ભાવના, ૪ સ્મારણાદિ, ૪ આર્તધ્યાન, ૪ રૌદ્રધ્યાન, ૪ ધર્મધ્યાન, ૪ શુકલધ્યાન.
(૨) ૫ સમ્યકત્વ, ૫ ચરિત્ર, ૫ મહાવ્રત, ૫ વ્યવહાર, ૫ આચાર, ૫ સમિતિ, ૫ સ્વાધ્યાય, ૧ સંવેગ.
(૩) ૫ પ્રમાદ, ૫ આશ્રવ, ૫ નિદ્રા, ૫ કુભાવના, ૫ ઈન્દ્રિયો, ૫ વિષયો, ૬ જીવનિકાય. (૪) ૬ વેશ્યા, ૬ આવશ્યક, ૬ દ્રવ્ય, ૬ દર્શન, ૬ ભાષા, ૬ વચનદોષ. (૫) ૭ ભય, ૭ પિડેષણા, ૭ પાનેષણા, ૭ સુખ, ૮ મદ. (૬) ૮ જ્ઞાનાચાર, ૮ દર્શનાચાર, ૮ ચારિત્રાચાર, ૮ ગુણ, ૪ બુદ્ધિ. (૭) ૮ કર્મ, ૮ અષ્ટાંગયોગ, ૮ યોગદષ્ટિ, ૮ મહાસિદ્ધિ, ૪ અનુયોગ. (૮) ૯ તત્ત્વ, ૯ બ્રહ્મચર્ય, ૯ નિયાણ, ૯ કલ્પ. (૯) ૧૦ અસંવરત્યાગ, ૧૦ સંકલેશત્યાગ, ૧૦ ઉપઘાત, ૬ હાસ્યાદિ. (૧૦) ૧૦ સમાધિસ્થાન, ૧૦ સામાચારી, ૧૬ કષાયત્યાગ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org