________________
તિથિથરસમો પૂર-આચાર્યપદનો આદર્શ અભ્યાસ કરાવે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો ક્રમ જાળવીને શિષ્યોને પદાર્થનું રહસ્ય સમજાવવું જોઇએ. શિષ્યોનું શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામતું રહેવું જોઇએ. વાચના વખતે વંદનવ્યવહાર પણ બરાબર સચવાવો જોઇએ.
૬. મતિસંપદા–આચાર્ય મહારાજ બુદ્ધિમાન હોવા જોઇએ. સામી વ્યક્તિ અડધું વાક્ય બોલે ત્યાં એનો અર્થ અને કહેવા પાછળનો આશય તરત સમજી જાય. તેઓ આગળ પાછળની ઘણી વાતો જાણતા હોય, તેમને યાદ પણ હોય અને પ્રસંગાનુસાર એનું કથન કરતાં પણ તેમને આવડવું જોઇએ. મતિજ્ઞાનના પ્રકારો અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ગુણ તેમનામાં હોવા જોઇએ. એમની મેધા અત્યંત તેજસ્વી હોવી જોઇએ. એમનું ચિંતન એટલું વ્યાપક અને સૂક્ષ્મ હોવું જોઇએ કે ગમે ત્યારે કોઈપણ વિષયમાં તેઓ તરત યથાર્થ જવાબ આપી શકે એવા હોવા જોઇએ.
૭. પ્રયોગસંપદા–પ્રયોગ એટલે પ્રવર્તવું. એના આત્મા, પુરુષ, ક્ષેત્ર અને વસ્તુ એમ ચાર પ્રકાર છે. આચાર્ય મહારાજ અવસરજ્ઞ હોવા જોઇએ. તેઓ ચર્ચાવિચારણા કે વાદવિવાદ કરતા હોય ત્યારે પોતાની બુદ્ધિશક્તિ, સભાજનોની કક્ષા, માન્યતા ઇત્યાદિ, તથા વાદ કરનાર વ્યક્તિની યોગ્યતા, ક્ષેત્ર વગેરે વિશે પણ જાણકાર હોવા જોઇએ.
૮. સંગ્રહપરિજ્ઞાસંપદા–આચાર્ય મહારાજ વ્યવહારદક્ષ પણ હોવા જોઇએ. પોતાના શિષ્ય-સમુદાયની વ્યવસ્થા, જરૂરિયાતો ઈત્યાદિની દૃષ્ટિએ જ્યારે ક્યારે કઈ કઈ વસ્તુનો, પોતાનાં વ્રતોની મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક સંગ્રહ કરવો તેના તેઓ જાણકાર હોવા જોઇએ. એમાં ચાર મુખ્ય મુદ્દા છે; (૧) બહુજનયોગ્ય ક્ષેત્રનો વિચાર કરે એટલે કે વિશાળ શિષ્ય પરિવાર સાથે તેઓ વિહાર કરતા હોય ત્યારે એ બધાને માટે આવાસ, ગોચરી, અભ્યાસ, ધ્યાન, વ્યાખ્યાન, વંદનાર્થે લોકોની અવરજવર ઈત્યાદિની કેવી અનુકૂળતા છે તે વિચારી લે. નાનાં ક્ષેત્રોને બોજો ન પડે અને મોટાં ક્ષેત્રો વંચિત ન રહી જાય, તથા લાભાલાભ બરાબર છે કે કેમ તે વિશે વિચાર કરી લેવો જોઇએ. (૨) વસ્ત્ર-પાત્ર ઇત્યાદિ આવશ્યકતા અનુસાર ગ્રહણ કરે. (૩) આવશ્યક ઉપકરણોનો પણ અગાઉથી વિચાર કરી લેવો જોઇએ. (૪) યથા ગુરુપૂજા કરે એટલે કે દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, રત્નાધિક વગેરેની યથાવિધિ પૂજા કરે, આદરબહુમાન કરાવે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org